દગો આપવાવાળાને કેમ કહીએ છે 420? આ નંબર પાછળની હકીકત તમે નહીં જાણતા હોવ.

જ્યારે પણ કોઈ કોઈને દગો આપે છે તો આપણે તેમને 420 બોલાવતા હોઈએ છે. ક્યારેક મિત્રો વચ્ચે મસ્તી કરતાં હોઈએ છે તો પણ 420 સંખ્યાનો ઉપયોગ કરતાં હોઈએ છે પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ સંખ્યાનો ઉપયોગ કેમ કરીએ છે?

જ્યારે પણ આપણને છેતરપિંડી સંબંધિત કંઈક બોલવું હોય ત્યારે આપણે 421 અથવા 320 જેવા અન્ય કોઈ નંબર કેમ નથી બોલતા. છેવટે, 420 નંબરમાં એવું શું છે કે આ નંબર હંમેશા ઉપયોગમાં લેવાય છે. શું તમે આનું કારણ જાણો છો? જો તમારો જવાબ ના હોય તો ચાલો તમને આ વિશે માહિતી આપીએ.

દગો આપવાવાળા માટે 420 બોલવાનું કરણ ભારતીય દંડ સહિંતા માં છાપેલ છે. વાત એમ છે કે આઈપીસીમાં અલગ લગ ધારાઓ છે જે અલગ અલગ ગુનો કરવા માટે લગાવવામાં આવે છે. જેમ કે હત્યાના ગુના માટે ધારા 302 છે, અથવા હત્યાના પ્રયાસની ધારા 307 છે, આ રીતે જો લોકો ભારતમાં દગાખોરી કરે છે તેમની માટે પણ ખાસ ધારા બનાવવામાં આવી છે.

ભારતીય દંડ સહિંતામાં દગો, દગાખોરી કે બેઈમાની કરવાવાળા માટે જે ધારા બની છે તે 420 છે. હા સાચી વાત છે દગાબાજી પર જ્યારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવે છે તો પોલીસની તરફથી 420 ધારા લગાવવામાં આવે છે. આ અંતર્ગત તેમના વિરોધ કેસ ચલાવવામાં આવે છે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.

IPC હેઠળ, જો ભારતમાં રહેતો કોઈ નાગરિક બીજા નાગરિક સાથે છેતરપિંડી કરે છે. જો તે છેતરપિંડી કરે છે અથવા છેતરે છે, તો તે વ્યક્તિ વિરુદ્ધ કલમ 420 લાવવામાં આવે છે. કોઈની મિલકત સાથે છેડછાડ કરવી અથવા તેનો નાશ કરવો પણ આ કલમ હેઠળ આવે છે. એટલું જ નહીં જો તે આ કામમાં કોઈની મદદ પણ કરે છે તો તેને ગુનેગાર ગણવામાં આવે છે.

એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કોઈ અન્ય વ્યક્તિ સાથે ચાલાકી કરતાં પકડાય છે, તેના ફેક હસ્તાક્ષર કરી, આર્થિક અને માનસિક દબાણ કરીને તેની સંપત્તિને પોતાનું બનાવવા માટે કાંડ કરે છે તો તેના વિરુધ્ધ ધારા 420 લગાવવામાં આવે છે.

આ ધારાને ખૂબ ગંભીર માનવામાં આવે છે. આ અપરાધમાં જામીન પણ મળતા નથી તેની માટે પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટની અદાલતમાં સુનાવણી થાય છે. જજ જ નિર્ણય કરે છે કે જામીન મળશે કે નહીં. આ કિસ્સામાં 7 વર્ષ જેટલી સજા અને દંડ પણ આપવામાં આવે છે.

error: Content is protected !!