શુભ કામ કરતાં પહેલા નારિયળ વધેરવામાં કેમ આવે છે?

હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કામ કરતાં પહેલા નારિયળ વધેરવાની પરંપરા ઘણી સદીઓથી ચાલી આવે છે. દેવતાઓની આરાધના હોય, ગરપ્રવેશ, લગ્ન કે પછી કોઈપણ માંગલિક પ્રસંગ હોય નારિયળનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરવામાં આવે જ છે. તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે એટલે કે દેવતાઓનું પ્રિય ફળ પણ કહેવામાં આવે છે.

કહેવાય છે કે નારિયળ વગર કોઈપણ ધાર્મિક કામ સંપન્ન થતું નથી, પણ ઘણા લોકો ને ખબર નથી કે દરેક શુભ કામ કરતાં પહેલા કે પછી કાર્ય દરમિયાન નારિયળ કેમ વધેરવામાં આવે છે. આની પાછળનું કારણ શું છે? ચાલો તમને જણાવીએ કે આ વિષે પંડિત ઇંદ્રમણી શું કહે છે. દરેક શુભ પ્રસંગ પર નારિયળ વધેરવાનું શું મહત્વ હોય છે.

હિન્દુ ધર્મમાં નારિયળને પવિત્ર ફળ માનવામાં આવે છે. બધા જ ધાર્મિક આયોજન, અનુષ્ઠાનમાં નારિયળનો ઉપયોગ કરવામાં આવે છે. હોમ હવન હોય કે પછી લગ્ન પ્રસંગ નારિયળનો ઉપયોગ કરવામાં આવે છે. નારિયળને સૌભાગ્ય અને સમૃધ્ધિનું પ્રતિક છે. દેવતાઓને નારિયળનો પ્રસાદ ખૂબ પસંદ હોય છે. એટલે ભગવાનને નારિયળ ચઢાવી તેનો પ્રસાદ લેવામાં આવે છે અને એ નારિયળને બધા લોકો વચ્ચે પણ વહેંચવામાં આવે છે.

નારિયળનું પાણી ખૂબ પવિત્ર અને સૌથી શુધ્ધ હોય છે. નારિયળના પાણીથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. નારિયળનું પાણી પીવાથી ઘણા બધા રોગ દૂર થઈ જાય છે. ઘણી બીમારીઓમાં ડૉક્ટર પણ નારિયળ પાણી પીવાની સલાહ આપતા હોય છે.

નારિયળને શ્રીફળ કહેવાય છે. શ્રીફળ ભગવાનને પ્રિય ફળ હોય છે. નારિયળ બહારથી ખૂબ કઠણ હોય છે અને તે અહંકારનું પ્રતિક માનવામાં આવે છે અને અંડર સફેદ અને નરમ હોય છે જે શાંતિનું પ્રતિક માનવામાં આવે છે, એટલે નારિયળને ફોડવાનો અર્થ એ છે કે અહંકારને તોડીને ભગવાનના શ્રીચરણમાં ત્યાગી દો. આ રીતે નારિયળની ઉપર ત્રણ નિશાન હોય છે. આ નિશાનને ભગવાન શિવના ત્રીનેત્ર તરીકે માનવામાં આવે છે. તેનાથી યશ, વૈભવ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે.

ભગવાન ગણેશજીને નારિયળ ખૂબ પ્રિય છે. માન્યતા છે કે નારિયળ ફોડવાથી શુભ કામ કોઈપણ બાધા વગર પૂરા થઈ જાય છે. એકાંક્ષી નારિયળ માતા લક્ષ્મીને ખૂબ પસંદ છે. તેને ચઢાવવાથી માતા લક્ષ્મીની કૃપા હમેશા તમારા પર બની રહે છે. ઘરમાં સુખ-સમૃધ્ધિનું આગમન થાય છે.

error: Content is protected !!
Exit mobile version