આ મંદિરમાં સ્થાપિત છે એક રહસ્યમયી પ્રતિમા, આ પ્રતિમાના ફક્ત દર્શન કરવાથી જ દુઃખી વ્યક્તિના દુઃખ થઈ જાય છે દુર.

આપણા દેશમાં ઘણા બધા રહસ્યો છુપાવી રાખેલ ઘણા બધા મંદિરો આવેલ છે. આજે અમે આપને ગુજરાત રાજ્યમાં આવેલ આવા જ એક મંદિર વિષે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ. આ લેખમાં અમે આપને જણાવીશું કે, આ મંદિર ક્યાં આવેલ છે અને મંદિરમાં આવેલ પ્રતિમાની વિશેષતા વિષે પણ આ લેખમાં આપને જણાવીશું.

આજે અમે આપને એક એવી રહસ્યમયી પ્રતિમા વિષે જણાવવા જઈ રહ્યા છીએ એવી પ્રતિમા આપે આજ દિવસ સુધી આવી પ્રતિમા ક્યાય જોઈ હશે નહી. આ પ્રતિમા જે મંદિરમાં સ્થાપિત છે તે મંદિર કાળાસર ગામમાં આવેલ માતા હિંગળાજનું છે.

આ મંદિર પર્વત પર આવેલ છે એટલા માટે હિંગળાજ માતાના દર્શન કરવા માટે ભક્તોને થોડાક પગથિયા ચડવાના રહે છે. કાળાસર ગામમાં આવેલ આ મંદિરમાં માતા હિંગળાજની રહસ્યમય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આપ આ મંદિરની આસપાસ આવેલ નયનરમ્ય કુદરતી દ્રશ્યો જોઈને આપનું મન મંત્રમુગ્ધ થઈ જાય તેવું સ્થાન આવેલ છે.

આપણે મોટાભાગે માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિને ઉભા રહેલ સ્થિતિમાં જોઈએ છીએ પરંતુ કાળાસર ગામમાં આવેલ માતા હિંગળાજના મંદિરમાં માતા હિંગળાજની પ્રતિમા સુતા હોય તેવી સ્થિતિમાં જોવા મળે છે.

આ મંદિરમાં આવેલ પ્રતિમા વિષે એવું માનવામાં આવે છે કે, આ પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ છે. તેમજ માતા હિંગળાજની પ્રતિમાની પાસે રહેલ ત્રિશુળ પણ સ્વયંભુ પ્રગટ થયેલ હોવાનું માનવામાં આવે છે. કાળાસર ગામ ગુજરાત રાજ્યમાં ચોટીલાથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલ એક ગામ છે.

કાળાસર ગામમાં આવેલ હિંગળાજ માતાનું આ મંદિર ખુબ જ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. હિંગળાજ માતાના આ મંદિર વિષે એવી માન્યતા પ્રચલિત છે કે, આ મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ પર્વત પર માતા હિંગળાજની વિશ્રામ સ્થિતિમાં પ્રતિમા પ્રગટ થઈ હતી. જેના લીધે આ મંદિરની પ્રતિમાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

ચોટીલા ચામુંડા માતા દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓએ અહિયાં આવીને અવશ્ય માતા હિંગળાજના દર્શન કરવા જોઈએ. જો આપનું જીવન ચારે તરફથી તકલીફો અને દુઃખોથી ઘેરાયેલું છે તો આપે ચોટીલા જતા સમયે કાળાસર ગામમાં આવેલ માતા હિંગળાજના મંદિરે આવીને માતા હિંગળાજની રહસ્યમયી પ્રતિમાના દર્શન કરવા જોઈએ. કાળાસર ગામમાં આવેલ હિંગળાજ માતાના મંદિરમાં આવીને હિંગળાજ માતાજીના દર્શન કરવાથી આપના તમામ દુઃખ અને તકલીફો દુર થઈ જાય છે.

error: Content is protected !!
Exit mobile version