दिवाली के लिए बाजार जैसा Milk Cake Recipe – દૂધનો હલવો – brown milk cake – Jalaram Food Hub
આજે આપણે બજાર માં મળે તેવો જ બ્રાઉન દૂધ નો હલવો બનાવીશું. આવો તમે ક્યારેય બનાવ્યો નઈ હોય અને તમારા પરિવારમાં બધા ને બહુ જ પસંદ આવશે. તો તમે આ વિડિયો ને અંત સુધી ચોક્કસથી જોજો. તો ચાલો આપણે બનાવી લઈએ દૂધ નો હલવો.
સામગ્રી:
- ફટકડી
- ખાંડ
- દૂધ
રીત:
1- સૌથી પહેલા આપણે એક કડાઈ લઈ લઈશું. જો તમારી પાસે લોઢા ની કડાઈ હોય તો તે વધારે સારું રહેશે. પણ અહીંયા આપણે નોનસ્ટિક ની કડાઈ લીધી છે.
2- તો હવે કડાઈ માં આપણે થોડું પાણી નાખીશું. જેથી દૂધ નીચે ચોંટે નહીં. હવે આપણે એક લીટર ફૂટ ફેટ વાળુ દૂધ લઈ લઈશું.
3- હવે આપણે દૂધ ને હલાવતા હલાવતા ઘટ્ટ કરી લઈશું. તમે ગેસ ફાસ્ટ અથવા ધીમો રાખી શકો છો. તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણું દૂધ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે.
4- હવે દૂધ માં જે કડાઈ ની સાઈડ માં ચોંટ્યુ હોય તો તેને આપણે ધીમે ધીમે ઉખાડતા રહીશું. તેને પણ અંદર એડ કરતા રહીશું.
5- હવે આપણે એક નાનો ટુકડો ફટકડી નાખીશું. હવે તે ફટકડી ના ટુકડા નો થોડો ભુક્કો કરી લઈશું. ત્યારબાદ દૂધ માં એડ કરીશું. જેથી આપણો હલવો એકદમ સરસ અને દાણેદાર બનશે.
6- હવે આપણે દૂધ ને હલાવી લઈશું. જેથી કરી ને અંદર દાણા પડવાનું ચાલુ થઈ જાય. તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણા દૂધ માં દાણા પડવાના ચાલુ થઈ ગયું છે.
7- હજુ આપણે દૂધ ને વારંવાર હલાવતા રહીશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ દૂધ બળી ને માવા જેવું થઈ ગયું છે.
8- હવે આપણે તેનો કલર લાવવા માટે ખાંડ ઓગાળી શું. હવે આપણે એક નાનું પેન લઈ લઈશું. અને આ માવા ને બીજા ગેસ પર મૂકી દઈશું.
9- હવે તે પેન માં તમારી મીઠાશ પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો. અહીંયા આપણે પાંચ ચમચી ખાંડ એડ કરીશું. હવે આપણે પેન માં ખાંડ ને થોડી ફેલાવી લઈશું.
10- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગી છે. ખાંડ માં થોડો ડાર્ક કલર આવે ત્યાં સુધી તેને ઓગળવા દઈશું.
11- હવે આપણે એક સ્ટીલ ની પેન લઈ લઈશું. તેમાં ઘી લગાવી લઈશું. વચ્ચે વચ્ચે આપણી ખાંડ બળી ના જાય તેનું પણ ધ્યાન રાખી ને હલાવતા રહીશું.
12- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે તેને હલવા માં એડ કરી દઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણે હલવા માં કોઈપણ કલર નાખ્યા વગર જ એકદમ સરસ કલર આવી ગયો છે.
13- હવે થોડી વાર તેને થવા દઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે બે જ સામગ્રી થી બહાર જેવો જ બ્રાઉન દૂધ નો હલવો તૈયાર થઈ ગયો છે.
14- હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું. આ 70 રૂપિયા ના ખર્ચ માં 300 થી 400 ગ્રામ હલવો ઘરે બનાવી શકીએ છીએ. ખાવા માં તો એકદમ ટેસ્ટી છે પણ આપણા બાળકો માટે ખૂબ હેલ્ધી છે.
15- તમે વીડિયોમાં જોઇ શકો છો કે બહાર કરતા પણ એકદમ ટેસ્ટી અને દાણેદાર દૂધ નો હલવો બની ને તૈયાર થઈ ગયો છે ઠંડો થાય ત્યારબાદ જ કટ કરીશું. આ હલવો એક લીટર ના દૂધ માંથી 300 થી 400 ગ્રામ હલવો બને છે.તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.
જો તમે હજી પણ અમારું પેજ લાઈક નથી કર્યું તો જરૂર લાઈક કરજો અવનવી વાનગી અને વાર્તા સાથે ફરી મળીશું.