જ્યારે પણ ચક્કર આવે કે બીપી લૉ થઈ ગયું છે એવું લાગે ત્યારે આ કારણ હોઇ શકે છે.

શરીરમાં યોગ્ય રીતે લોહી પહોંચે તે બહુ મહત્વપૂર્ણ છે. જો કોઈ કારણોસર બ્લડ સર્ક્યુલેશન એકદમ વધી જાય અને એકદમ લોહીનું દબાણ ઘટી જાય તો સ્વાસ્થ્ય માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરનું કારણ જાણતા જ હોય છે પરંતુ એવા ઘણા લોકો છે, જેમણે બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે. તેમા લક્ષણો વિશે જાણકારી ન હોવાને કારણે તેના પર લોકો ધ્યાન નથી આપતા પરંતુ પછીછી તબિયત ખરાબ થવા લાગે છે. જો આ સમસ્યા વધવા લાગે તો બ્રેન સુધી ઓક્સિજન અને પોષક તત્ત્તવો પહોંચવામાં તકલીફ ઉભી થાય છે એટલા માટે તેના કારણો જાણવા બહુ જરૂરી છે.

જોકે સેવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં અન્ય ઘણા બધા કારણો હોય શકે છે. જેમ કે, ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી તેમજ હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.

બ્લડ પ્રેશર લો થવાના કારણ-

ડિહાઈડ્રેશન-

શરીરમાં પાણીની કમી હોવાને કારણે બોડી ડિહાઈડ્રેટ્રેડ થઈ જાય છે. ગરમીની સીઝનમાં આ સમસ્યા વધારે વધી જાય છે. સવારે ઉઠતાની સાથે ચક્કર આવવા, થાક લાગવો, કમજોરી મહેસુસ થવી તે બધા બ્લડ પ્રેશર લો થવાના સંકેતો છે. તે સિવાય આખો ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડા ઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારનું પ્રમાણ ઘટી જવાથી બ્લડ પ્રેશર લો થઈ જાય છે..દિવસમાં 2-3 વખત લીંબુ પાણીનું સેવન કરવું.

પોષક તત્ત્તવોની કમી-

શરીરમાં પોષક તત્ત્તવો આયર્ન અને વિટામિન B-12ની ઉણપના કારણે એનિમિયા થઈ શકે છે. આ સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે બ્લડ પ્રેશરની સમસ્યા વધારે રહે છે. તેમજ શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે પમ બ્લડ પ્રેશર લો થઈ જાય છે.

હૃદય સંબંધિત બીમારી-

શરીરમાં લોહી બરાબર રીતે ન પહોંચવાને કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીનો ખતરો વધી જાય છે. જો વાંરવાર બ્લડ પ્રેશર લો થઈ જતું હોય તો તેની ડોક્ટરી તપાસ જરૂરથી કરાવી. તે સિવાય હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.

અન્ય કારણો-

ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.

આ રીતે ઘરે જ કરો ઈલાજ

– લો બ્લડ પ્રેશરને કંન્ટ્રોલ કરવા માટે ઘરેલૂ નુસખા અપનાવીને તમે ઘરે જ ઈલાજ કરી શકો છો, પરંતુ તેની સાથે ડોક્ટરી તપાસ કરાવી બહુ જરૂરી છે.

– સૌથી પહેલાં પોતાના ખાવા-પીવાનું ધ્યાન રાખવું. ફ્રૂટ જ્યૂસ, લીંબુ પાણી, લીલા શાકભાજી, અને સલાડને પોતાના આહારમાં જરૂરથી સામેલ કરો.

– લો બ્લડ પ્રેશર હોય તે લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે.

– દરરોજ એક ગરમ દૂધની સાથે 3-4 બદામનું સેવન જરૂરથી કરવું. તે સિવાય નારિયેળ પાણી પીવાથી શારીરિક કમજોરી નથી રહેતી અને શરીરમાં તાકાત રહે છે.

– સલાડમાં બીટને સામેલ કરો. તેનાથી લોહીની ઉણપ નથી રહેતી. તેમજ શરીર પણ સ્વસ્થ રહે છે.

– મીઠા વાળું પાણી પીવાથી બ્લ્ડ પ્રેશર સામાન્ય થઈ જાય છે. જો કે મીઠામાં સોડિયમ હોવાથી બ્લ્ડ પ્રેશર વધે છે. એટલે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું મીઠાની માત્રા એટલી બધી વધારે ન હોવી જોઈએ કે તેનાથી તમારુ્ સ્વાસ્થ ખરાબ થાય. લો બ્લ્ડ પ્રેશર થઈ જાય ત્યારે એક ગ્લાસ પાણીમાં ડોઢ ચમચી મીઠું નાંખીને પીવાથી લાભ થાય છે.

error: Content is protected !!