Monday, April 13, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

આપણું સ્વાસ્થ્ય

ઉનાળામાં માથાના દુઃખાવા અને એસીડીટીથી હેરાન છો તો અપનાવો આ પાંચ સરળ અને સચોટ ઉપાય.

ઉનાળામાં થતા માથાના દુઃખાવા અને એસીડીટીથી બચવાના પાંચ સરળ અને સચોટ ઉપાય.

૧. ગરમી ને લીધે થતા માથાના દુઃખાવા ને એસીડીટીથી બચવા વધારે માત્રામાં પાણી પીવું. પણ ખાસ ખ્યાલ એ રાખવો કે પાણી માટલાનું હોવું જોઈએ. જયારે તમે વધારે માત્રામાં પાણી પીશો તો તમારા પેશાબ નો રંગ સફેદ એટલે કે પાણી જેવો જ પર્ધાર્શક આવશે. જો એવો ના આવતો હોઈ તો પધારે માત્રામાં પાણી પીવું. જયારે તમે આમ કરશો તો પાણી તમારા શરીર ના તાપમાન ને સંતુલિત રાખશે.

૨. સવાર ના ૧૧ વાગ્યાની આજુબાજુ અથવા જમવાના એક બે કલાક પેહલા કોકમ ના શરબતમાં તકમરિયા પલાળી ને પીવાથી ઇલેક્ટ્રોલઈટનું પ્રમાણ જળવાઈ રહે છે.

૩. જમતી વખતે દહીં-ભાત લેવા થી બ્લડ શુગનું લેવલ જળવાઈ રહે છે. દહીં-ભાત સારામાં સારું પ્રી અને પ્રો બયોટીક આહાર છે. જો તમે એને બપોરના ભીજન માં નથી લેતા તો ૪-૬ વાગ્યા ના સમય માં તો અચૂક થી લેજો.

૪. ગુલકંદ વાળું દૂધ રાત્રે સુતા સમયે લેવાથી સારી ઊંઘ આવે છે. ગુલકંદ વાળું દૂધ કુદરતી કુલંટ છે જેથી શરીર ને ઠંડુ રાખે છે ને તમને સારી ઊંઘ આવે છે.

૫. ઉનાળાનું સૌનું ભાવતું ફળ એટલે કેરી. રોજ બપોરના ભીજનમાં જરૂર થી આરોગવી. જે લોકો ને ડાયાબીટીસ છે એ લોકો એ પણ કેરી ખાવી જોઈએ. જો તમે જમણવા કેરી નથી ખાતા તો બપોરના નાસ્તા માં તો અવશ્ય કેરી ખાવી જ જોઈએ. કેરીમાં વિટામીન બી ભરપુર માત્રા માં ઉપસ્થિત હોઈ છે જે આપણને ભરપુર શક્તિ આપે છે ને સાથે સાથે આપની ચેતો ને પણ સ્થિર રાખે છે.

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

error: Content is protected !!