પાઉંભાજી – ભાજી સાથે ખવાતા મસાલા પાવ બનાવતા શીખો.

“પાઉંભાજી” એક એવી વાનગી છે જે લગભગ દરેક ઘરમાં બધાને ભાવતી જ હોય. એમાં પણ જો શનિવાર અને રવિવાર આવતો હોય તો લગભગ સાંજનું મેનુ તો નક્કી જ હોય કે પાઉંભાજી બનાવીશું.

ભાજી સાથે ખવાતા મસાલા પાઉં બનાવવા માટેની સામગ્રી

  • પાઉં – છ નંગ
  • બનેલ ભાજી – ત્રણ થી ચાર ચમચી
  • બટર – ત્રણ ચમચી
  • લીલા ધાણા – ત્રણ ચમચી

મસાલા પાઉં શેકવા માટેની સરળ રેસિપી.

1. હવે સૌથી પહેલા એક લોઢી પર બટર મુકીશું અને તેની સાથે તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું.

2. હવે તેમાં બનેલ ભાજી 2 ચમચી ઉમેરો

3. હવે લોઢી પર એ ભાજી ફેલાવી લો.

4. હવે કાપેલ પાઉંની અંદરની બાજુને એ લોઢી પર પાથેરલ ભાજીમાં ફેરવી લો.

5. હવે બહારની તરફના પાઉંને પણ બટર મૂકીને બરાબર શેકી લો. બસ તો હવે તૈયાર છે તમારા પાઉંભાજી જેને તમે જીણા સમારેલા ડુંગળી, ટામેટા અને કોબીઝનાં સલાડ અને લીંબુ સાથે ખાવ.

તો મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી યુટ્યુબ ચેનલ Jalaram food hub ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તમારા સપોર્ટથી જ મને પ્રેરણા મળી છે..

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version