ક્ષીર સાગરમાં શેષનાગ પર વિરાજમાન ભગવાન વિષ્ણુ કેમ હંમેશા શાંત અને પ્રસન્ન હોય છે. શીખવા જેવું છે શ્રીહરિ પાસેથી.

હિન્દૂ ધર્મમાં તમે ધ્યાનથી જોયું હશે ખ્યાલ આવ્યો હશે કે બધા જ દેવી-દેવતાઓની બેસવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. અમુક દેવતા પોતાના વાહન પર બેઠેલા હોય છે તો અમુક કોઈ બીજી રીતે બેઠા હોય છે. પણ તેમની બેઠક પાછળ કોઈને કોઈ ખાસ કારણ હોય છે. તમે વિષ્ણુ ભગવાનને જોયા હશે તો તમે જોયું જ હશે કે તેઓ ક્ષીર સાગરમાં શેષનાગ ઉપર વિરાજમાન હોય છે.

ફોટોમાં જોઈ શકીએ છે કે વિષ્ણુ ભગવાન હંમેશા ખુબ જ શાંત મુદ્રામાં આરામ કરતા હોય છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુએ જગત પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ એ સૃષ્ટિના પાલનહાર છે. ભગવાન વિષ્ણુનો આ ફોટો જોઈને બધાના મનમાં સવાલ થતો હોય છે કે તેઓ સૃષ્ટિના પાલનહાર છે તો પણ કેમ કાલરૂપ નામ પર આટલી શાંત રીતે કેવીરીતે આરામ કરી શકે.

આજે અમે તમને જણાવીશું કે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષનાગ ઉપર આવી શાંત મુદ્રામાં કેવીરીતે આરામ કરતા હોય છે. ભગવાન વિષ્ણુ ફોટોમાં ખુબ જ શાંત દેખાતા હોય છે. તેઓ વ્યક્તિને ગમેતેવા ખરાબ સમયમાં સંયમ અને ધીરજ સાથે કામ કરવા અને વિચારવા માટે પ્રેરણા આપે છે. ભગવાન વિષ્ણુના આ ચિત્રમાં ક્ષીર સાગર એ સુખનું પ્રતીક કહેવામાં આવે છે અને શેષનાગને કાલ એટલે કે સુખનું પ્રતીક માનવામાં આવે છે. એવું ભગવાન વિષ્ણુનું આ રૂપ કાળ, દુઃખ, મુશ્કેલીઓ ને ડરથી મુક્ત કરીને આપણને બધાને બધી પરિસ્થિતિ સામે એકસરખો વ્યવહાર કરવા માટેની પ્રેરણા આપે છે.

શ્રીહરિ ઉપર સંસારની જવાબદારી છે એ રીતે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સાથે જોડાયેલ હોય છે. પોતાના જીવનની બધી જવાબદારીઓ સાથે તે પોતાનું જીવન વિતાવે છે અને જીવનમાં બધી સમસ્યા અને મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. ઘણીવાર જીવનમાં આવનાર મુશ્કેલીઓથી વ્યક્તિ બહુ ખરાબ રીતે હારી જતો હોય છે અને વ્યક્તિ ભાંગી જતો હોય છે. આ સાથે જ તે ખુબ નિરાશ પણ થઇ જતો હોય છે.

આવા સમયે વ્યક્તિએ નારાયણનો ફોટો કે ચિત્ર જોઈને સલાહ લેવી જોઈએ કે શ્રી હરિ એ અલગ અલગ પરિસ્થિતિઓ વચ્ચે પણ શાંત, સ્થિર અને નિર્ભય અને શાંત હોય છે અને ધર્મનું પાલન કરે છે. નાગની શૈયા પર શયન કર્યા પછી પણ નારાયણ ભગવાન વિચલિત થતા નથી. એ રીતે વ્યક્તિએ પણ કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહીને જે તે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.

યુટ્યુબ ચેનલ : ધર્મ શિવા

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!