આમળાનું એનર્જી બુસ્ટર અને ઇમ્યુનિટી વધારે એવું નવીન ટ્વીસ્ટ સાથેનું જ્યુસ.

આમળા એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો ફટાફટ જોઈ લઈશું કે એ કેવીરીતે બને છે. જો તમારી પાસે જ્યુસર હોય તો તેમાં પણ તમે બનાવી શકો છો પણ આજે હું તમને મીક્ષરમાં આ જ્યુસ કેવીરીતે બનાવવું તે જણાવીશ.

સામગ્રી

  • લીલા ધાણા
  • આમળા
  • મીઠું
  • ગાજર
  • આદુ

રીત-

1-સૌથી પહેલા આપણે લીલા ધાણા ના દાંડિયા એટલે કે જે આગળના ધાણા હતા તે કાઢી નાખ્યા છે. અને વચ્ચેનો ભાગ થોડો પાન સાથે લઈ લીધો છે તેને મોટા સમારી લીધા છે.

2-હવે તેને થોડું હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે એક ગાજર લઈશું. તેને છોલીને ટુકડા કરી લઈશું. જેથી આપણે મિક્સરમાં સહેલાઇથી પીસી શકીએ.

3- જેમાં આપણે આપણા શરીર માટે ઉપયોગી એવા આમળા એકલા જો બાળકોને ખાવા માટે આપીએ તો ખાય કે ના ખાય તો તેના માટે આપણે જ્યુસમાં ક્રશ કરીને પીવડાવી દઈશું.એ પીતો લેશે અને કાચા આમળા નું જ્યુસ પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે.

4-આમળાં એક એવું ફળ છે કે જે આંખો, વાળ,ચામડી દરેક માટે ખૂબ જ ઉપયોગી છે. હવે તેમાં ૧ નાનો ટુકડો આદુ નાખીશું. હવે આપણે તેને સરસ ધોઈ લઈશું.

5-તેને ધોઈ ને મિક્સર જારમાં પીસી લઈશું. હવે પીસાઈ ગયું છે તો તેને ગાળી લઈશું. હવે તેને ચમચીથી હલાવતા જઈશું એટલે સરસ ગળાઈ જશે.

6-હવે આ જ્યૂસમાં તમારે ચાટ મસાલો, મીઠું નાખી શકો છો. આપણે તેમાં થોડું મીઠું નાખીશું. અને તેને હલાવી લઈશું.

7- તો તમે શિયાળામાં તમારા નાના બાળકોને આવું જ્યુસ બનાવીને પીવડાવજો.

વિડીયો રેસીપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version