આધુનિક ફેરવેલ – આજે ઓફિસમાં તેમનો છેલ્લો દિવસ હતો અને અચાનક જ કેબિનમાં.
આજે ઓફિસમાં મારો છેલ્લો દિવસ છે. ૩૫ વર્ષથી અહીંયા કામ કરું છું. આ મારી farewell પાર્ટી રાખેલ છે. પ્યુન થી લઇ મેનેજર સાહેબ અને કંપની ના સીઈઓ પણ આવ્યા છે બધા જ.
“સર તમારી બહુ યાદ આવશે અમને તમારી જોડેથી ઘણું શીખવા મળ્યું. thank you sir. પાર્ટી પતાવી ઘરે આવ્યોને તરતજ નાનો યુગ મને જોઈને ખુશ થઇ ગીત ગાવા લાગ્યો. ” હે એ એ… દાદા હવે ઘરે રહેશે, હે એ એ… દાદા હવે મારી સાથે આખો દિવસ રમશે.” થોડી વારમાં સુમિતની મમ્મી પાણી લઈને આવી અને એમને નોકર પાસે ગાડીમાંથી gifts અને બીજો સમાન ઉતારવી લેવા કહ્યું.
એટલી વારમાં યુગની મમ્મી નીતિ ચા અને નાસ્તો લઈને આવી ગઈ. નાસ્તો પતાવી અમે tv જોવા બેઠા લગભગ ૯ વાગે તો સુમિત પણ આવી ગયો. અમે સાથે જમી લીધું અને પછી બધાજ ઑફિસેથી આવેલી gifts જોવા અમારા રૂમ માં આવ્યા. એક પછી એક બધી gifts ખુલતી રહી અને અમે જોતા ગયા પણ નાનકડા યુગને gift માં કોઈ રસ નોહ્તો એનેતો બસ ગિફ્ટના ચમકદાર પપેરમાં જ રસ હતો.
યુગ ગિફ્ટના કાગળ માં ઘેરાયેલો હતો અને બેડ પરથી પાડવા જેવો થઇ ગયો હતો અને જેવો હું એને પકડવા ગયો કે મારી આંખ ખુલી ગઈ. મારી સામે ફાઈલોનો ઢગલો પડ્યો હતો. કમ્પ્યુટર સ્ક્રીન પર મેનેજર સાહેબ નો “કેબીન માં આવો” એવો msg હતો.
તરત હું ખુશ થઇ ગયો કે આજે મારો છેલ્લો દિવસ છે એટલે પાર્ટીનું વેન્યુ બતાવા માટે બોલાવતા હશે. એમ સમજીને ઉતાવળે તેમની કેબીન માં પોહ્ચ્યો.
મેનેજર- ” વિશ્વજીતભાઈ આજે ઓફિસમાં તમારો છેલ્લો દિવસ છે માટે તમારે તમારા ટેબલ પર જેટલી પણ ફાઈલ છે એ બધી કમ્પ્લીટ કરીને જ ઘરે જવાનું છે, જો એ કામ પૂરું નઈ થાય તો તમને આ મહિનાનો પગાર નઈ મળે, સમજી ગયા.”
આટલું સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. ૩૫ વર્ષ થી જ્યાં હું ઈમાનદારીથી કામ કરું છું ત્યાં મારા છેલ્લા દિવસે પણ આવી રીતે ટ્રીટ કરવામાં આવશે. ….. વધુ વિચાર ના કરતા હું મારા ટેબલ પર પાછો ફર્યા અને કામ માં લાગી ગયો. રોજનો ઓફિસથી છૂટવાનો મારો ટાઈમ 6 વાગ્યાનો છે પણ આજે બધી ફાઈલો નું કામ પતાવતા ૯ વાગી ગયા. હું બધું કામ વ્યવસ્થિત કરું છું કે નઈ એ જોવા મેનેજર સાહેબ પણ મારી સાથે રોકાયા.
બધું પતાવી ઘરે પોહ્ચ્યો ત્યારે ૧૦ વાગી ગયા હતા. ડોરલોક ખોલ્યું તો સામેજ સુમિતની મમ્મી ખાટલા પર થી નીચે પડી ગઈ હતી. સુમિતની મમ્મીને છેલ્લા ૬ વર્ષથી લકવા થયો હતો . એને ખાટલા પર સુવાડીને રસોડામાં જઈ પાણી લઇ આવ્યો અને એને પીવડાવ્યું અને મેં પણ પીધું. રસોડામાં રસોઈ બનેલી તૈયાર હતી ત્યારે યાદ આવ્યું કે આજે મારા ઘરમાં પણ સુમિતની મમ્મીની દેખરેખ રાખનાર બેનનો પણ આજે છેલ્લો દિવસ હતો એટલે એ બેન રસોઈ બનાવીને ગયા હતા.
આજે સુમિત, નીતિ અને યુગના પ્લેન ક્રેસ માં થયેલા મૃત્યુને ૬ વર્ષ પુરા થયા હતા. આજે મારા ફરેવેલના દિવસે ઓફિસમાં કોઈને ઉતસાહ નોહ્તો અને જે લોકો આ દિવસની ઉતસાહ પૂર્વક રાહ જો રહ્યા હતા એ લોકો આજે મારાથી ઘણા દૂર હતા.
બીજા દિવસે સવારમાં બેંક માં પગાર જમા થયા નો msg મળે છે.