આદુપાક શિયાળુ સ્પેશિયલ આ પાક એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.
શિયાળો આવતા જ આપણે અવનવા વસાણાં બનાવતા હોઈએ છે અને જએ લોકો નહીં બનાવતા હોય તેઓ બહારથી તૈયાર લાવતા હશે. શિયાળામાં વસાણાં ખાવા ખૂબ જરૂરી છે. તેનાથી આપણને આખું વર્ષ રહે તેવી એનર્જી મળી રહે છે.
આજે પણ હું તમારી માટે એવી જ એક વસાણું બનાવવા માટેની રેસીપી લઈને આવી છું. આ વસાણું છે આદું પાક. હાલમાં આદું ખૂબ સારું અને થોડું સસ્તું પણ મળે છે જેથી તમે આ વસાણું બનાવી સારી રીતે ખાઈ શકશો.
બહુ ઓછા ઘી સાથે આ પાક તૈયાર થઈ જાય છે. ચાલો સૌથી પહેલા તમને જણાવી દઈએ આ પાક બનાવવા માટેની જરૂરી સામગ્રી.
સામગ્રી (વિગતવાર માહિતી માટે વિડીયો ખાસ જુઓ.)
- આદું
- સોજી
- કોપરાનું છીણ
- દૂધનો માવો
- ખાંડ
- બદામ
- જાયફળ ઈલાયચી પાવડર
- ફૂડ કલર
- ઘી
બહુ સરળ બનાવવાની રીત છે. તમે અહિયાં વિડીયોમાં મારા સાસુ પદમા ઠક્કરએ બનાવેલ સરળ રેસીપી જોઈ શકો છો.
અમારી યુટ્યુબ ચેનલ કે જેનું નામ જલારામ ફૂડ હબ છે અને ફેસબુક પેજનું નામ પણ જલારામ ફૂડ હબ જ છે તો બંને ફોલો જરૂર કરજો. આઆમ કરવાથી અમારા નવા વિડીયો અને નવી રેસીપી તમે મેળવી શકશો.
અને હા આ રેસીપી કેવી લાગી ટે કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે જોઈ લો વિડીયો રેસીપી.