આ વર્ષે કમુરતા શરુ થશે આ તારીખથી, સાથે જાણો આ સમય દરમિયાન શું ના કરવું જોઈએ.
હિન્દૂ ધર્મ અનુસાર જ્યારે આપણે કોઈપણ નવું કામ શરૂ કરીએ છીએ તો શુભ દિવસ, સમય અને મુહૂર્તને ખૂબ જ મહત્વ આપીએ છીએ અને એ પછી જ આપણે આપણા કાર્યને આગળ ધપાવીએ છીએ. આવું કરવાનું કારણ બસ એટલું જ કે આપણે શરૂ કરેલું શુભ કાર્ય સારી રીતે પૂર્ણ થાય અને એનો આપણને પૂરો લાભ મળી શકે
હિન્દુ કેલેન્ડર અનુસાર શરદ ઋતુમાં એક મહિનો એવો આવે છે કે જ્યારે શુભ અને માંગલિક કાર્યો કરવા બિલકુલ કરવામાં આવતા નથી જેને આપણે ખરમાસ કે કમુરતાના નામે ઓળખીએ છીએ. આ વર્ષે કમુરતા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે.આ વર્ષે કમુરતા 16 ડિસેમ્બર 2021 થી શરૂ થશે જે 14 જાન્યુઆરી 2022 સુધી રહેશે.
કમુરતા દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, બાબરી જેવા માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જોઈએ તો જો તમે કમુરતામાં કોઈ કામ કરો છો તો એનું ઈચ્છીત ફળ નથી મળતું.
પણ શું તમે.જાણો છો કે ખરેખર કમુરતામાં સારા કામ કેમ નથી કરવામાં આવતા, તો આજે અમે તમને એ પાછળનું કારણ જણાવી જ દઈએ
કમુરતા દરમિયાન સૂર્ય ધન રાશિમાં હોય છે અને તે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સુધી ધન રાશિમાં જ રહે છે. એવું માનવામાં આવે છે સૂર્ય ધન રાશિમાં હોવાથી તેની સ્થિતિ નબળી હોય છે . અને જો આપણે લગ્ન, સગાઇ જેવા માંગલિક કાર્યો કરવા હોય તો એ માટે સૂર્યની સ્થિતિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી હોય છે.
જ્યારે આપણે કોઈ શુભ કાર્ય કરવા જઈએ છીએ ત્યારે આપણે મુહૂર્ત અચૂક જોઈએ છીએ અને એ વખતે પણ સૂર્યની સ્થિતિ ખૂબ જ અગત્યની ગણાય છે કમુરતામાં સૂર્ય ધન રાશિમાં બિરાજે છે અને એટલે જ એ સમયે જે શુભ કાર્યો કરવામાં આવે છે એને શુભ માનવામાં નથી આવતા
કમુરતામાં સૂર્યની ગતિ ધીમી થવા લાગે છે. તો આ મહિનામાં સૂર્યદેવ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. કમુરતામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ઘણા રોગો દૂર થાય છે. આ મહિનાની અગિયારસનું વ્રત કરવાથી બધી તકલીફો દૂર થાય છે.
વિડિઓને એકવાર જરૂર જુઓ. કમુરતા વિષે ખાસ માહિતી.