ઘરની બહાર નીકળતા સમયે આ સંકેતને ના કરો નજરઅંદાજ, થશે અશુભ.
શું આપે ક્યારેય જીવનમાં આ બાબતોના મહત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે? શું આપ જાણો છો કે, ઘરની બહાર જતા સમયે થતી વિચિત્ર ઘટનાઓ આપના કાર્યોને કેટલી હદે પ્રભાવિત કરે છે. ચાલો આ વિષે આપને વિસ્તારથી જણાવીશું.
-ઘરની બહાર જતા સમયે અશુભ સંકેતોને ઓળખ કરો.
-આ સંકેતોને ઓળખીને અશુભતાથી બચો.
કેટલીક વાર આપણા ઘરના વડીલો ઘરની બહાર જતા સમયે કેટલીક શુભ વસ્તુઓ અને અશુભ વસ્તુઓ કરવાથી બચવાની સલાહ આપે છે. શું આપને ક્યારેય પણ જીવનમાં આ બાબતોના મહત્વને સમજવાનો પ્રયત્નો કર્યો છે. શું આપ જાણો છો ઘરની બહાર જતા સમયે થતો વિચિત્ર ઘટનાઓ આપના કાર્ય પર કેટલો પ્રભાવ પાડે છે. ચાલો એના વિષે આપને વિસ્તારથી જણાવીશું.
ઘરેથી નીકળતા જ જો છીંક આવે છે તો એને અશુભ સમજવામાં આવે છે. પરંતુ આ હંમેશા અશુભ હોય એ કોઈ જરૂરી છે નહી. જો વગર કોઈ બીમારી અને ઋતુ વિના છીંક આવે છે તો જ એનું મહત્વ છે નહિતર નહી. બે કે પછી બે કરતા વધારે છીંક આવે છે તો સમજવું જોઈએ કે, શુભ થવાનું છે, આપનું કામ બની જશે. એક છીંકનું આવવું શુભ હોતું નથી. આમ થવાથી આપનું કામ બગડી પણ શકે છે. જો છીંકનો સંકેત સારો છે નહી તો પાછા જઇને બે મિનીટ પછી ઘરની બહાર નીકળો.
ઘરની બહાર નીકળતા સમયે આ વસ્તુઓ જોવા મળે છે તો.
ઘરેથી નીકળતા સમયે જોવા મળતી વસ્તુઓ આપના કાર્યનું પરિણામ જણાવી શકે છે. જો પાનના પાંદડા, માછલી, હાથી કે પછી કોઈ અર્થી જોવા મળે છે તો આ આપના માટે શુભ સંકેત છે. જો ઘરેથી નીકળતા સમયે દૂધ, ખાલી વાસણ કે પછી કચરો જોવા મળે છે તો આ અસફળતાનું સૂચક છે. જો ઘરેથી નીકળતા સમયે ફૂલ કે પછી ફૂલની માળા જોવા મળે છે તો આપની સાથે કોઈ માંગલિક કાર્ય થવાનું છે. જો ઘરેથી નીકળતા સમયે કોઈ એવી વસ્તુ જોવા મળે છે જે આપને અશુભ સંકેત આપે છે તો તરત જ પોતાના ઇષ્ટ દેવનું નામ લેવું કે પછી શિવ- શિવ બોલવું જોઈએ.
જો આપને રસ્તામાં પૈસા મળી જાય છે તો.
જો આપને જતા સમયે રસ્તામાં ધન પડેલ મળે છે તો એનો વિશેષ અર્થ થાય છે. જો આપને રસ્તામાં સિક્કો પડેલો મળે છે તો આપે સમજી લેવું જોઈએ કે, આપનું કામ થવામાં હજી થોડોક સમય લાગશે. જો આપને રસ્તામાં ધન નોટના રૂપમાં મળે છે તો સમજવું કે, આપના અટકી ગયેલ કામ થવાના છે. જો આપને રસ્તામાં સિક્કા અને નોટ બંને મળે છે તો સમજવું કે, આપના અટકી ગયેલ કામ કોઈ વ્યક્તિના સહયોગથી થઈ જશે. જો રસ્તામાં મળનાર ધનના સંકેત શુભ નથી હોતા તો મળેલ ધનને તરત જ કોઈ મંદિરમાં કે પછી કોઈ ગરીબને દાન કરી દેવું જોઈએ.
ઘરેથી નીકળતા જ કોઈ વિચિત્ર ઘટના જોવા મળે છે તો.
ઘરેથી નીકળતા જ જો આપનો પગ કીચડમાં કે પછી ગોબરમાં પડી જાય છે તો આપની સમક્ષ કોઈ સમસ્યા આવવાની છે. જો ઘરની બહાર નીકળતા સમયે જ કોઈ ભિખારી સામે આવી જાય છે તો તેને જરૂરથી ભિક્ષા આપે અને સમજવું કે, આપનું કર્જ સમાપ્ત થવાનું છે. જો ઘરની બહાર નીકળ્યા બાદ આપ જોવો છો કે, આપ પોતાની પેન કે પછી રૂમાલ ભૂલી ગયા છો તો સમજવું કે, આજે ઓફિસમાં આપ વાદ- વિવાદમાં સપડાઈ શકો છો. જો થનાર વિચિત્ર ઘટનાના સંકેત શુભ ના હોય તો ક્યાંક રોકાઈ જઇને થોડીક મીઠાઈ ખાવી અને પાણી પીવું જોઈએ.