શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના આ ઉપાય કરવાથી પૈસાની કોઈ કમી નહીં થાય.

જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ મુશ્કેલી છે તો શ્રાવણમહિનામાં અમુક ખાસ ઉપાય કરવા જોઈએ એથી તમારી સમસ્યા દૂર થઈ જશે. આ મહિનામાં પતિ પત્નીએ મળીને દરરોજ શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ. આ દરમિયાન શિવજી પાસેથી તમારી કોઈપણ મનોકામના માંગી શકો છો.

આ સિવાય પતિ પત્ની સોમવારે શિવજીના નામનું વ્રત કરે છે તો પણ લગ્ન જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓ દૂર થાય છે. જો કોઈ કારણસર આ બંને સાથે ના કરી શકે તો કોઈપણ એક પણ વ્રત કરી શકે છે. આ સિવાય અહિયાં જણાવેલ કોઈપણ ઉપાય કરી શકો છો.

– જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો શિવજી તમારી મદદ કરી શકે છે. તમે ફક્ત શ્રાવણ મહિનામાં જ ઘરમાં શિવલિંગની સ્થાપના કરો. આ પછી દરરોજ આ શિવલિંગની હૃદયથી પૂજા કરો. તમારી આર્થિક સ્થિતિ વિશે ભગવાનને કહો. તમારી પૈસાની સમસ્યા દૂર થશે. પૈસા કમાવવાની નવી તકો મળશે. વ્યર્થ નાણાં ખર્ચવામાંથી બચશો.

– જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા તમે કોઈ મોટી કંપનીમાં સારી નોકરી અથવા પ્રમોશન ઈચ્છો છો તો આ ઉપાય કરો. શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારે દેવી પાર્વતીને ચાંદીના bichhiya અથવા પાયલ અર્પણ કરો. સાથે જ શિવજીને દૂધનો અભિષેક કરો. મહિલાઓ પણ પાર્વતી માને મધની વસ્તુઓ અર્પણ કરી શકે છે. તેનાથી તમને જોઈતી નોકરી મળી જશે.

– જીવનમાં કોઈ પણ પ્રકારનું દુખ છે તો આ ઉપાય કરવાથી તે દૂર થઈ જશે. શ્રાવણ મહિનામાં બળદને લીલો ચારો ખવડાવો. નંદી શિવજીના પ્રિય છે. તેમને ખુશ કરવાથી શિવજી પણ પ્રસન્ન થાય છે. પછી તમારા જીવનના બધા કષ્ટ દૂર થઈ જશે.

– જો તમે વારંવાર બીમાર પડી રહ્યા છો અથવા કોઈ બીમારી તમારો પીછો નથી છોડી રહી તો આ ઉપાયો કરો. શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારે સરસવના તેલથી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો. આ પછી ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. આમ કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે.

– જો તમારી કુંડળીમાં શનિની અશુભ દ્રષ્ટિ હોય તો તેનાથી બચવા માટે મહાદેવને શ્રાવણ મહિનામાં શનિવારના રોજ કાળા તલના પાણીથી અભિષેક કરો. આ સિવાય પંચાક્ષર મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ ની માળાનો જાપ કરો. આમ કરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે.

error: Content is protected !!