શું તમે માઈક્રોવેવમાં બનાવેલું ભોજન લો છો તો સાવધાન.
એક સમય એવો હતો, જ્યારે ચુલા પર બનેલા પૌષ્ટિક ભોજનનો સ્વાદ આખો પરિવાર સાથે આનંદ લેતા હતા, પરંતુ આજના આધુનિક સમયમાં સમય બચાવવાના ચક્કરમાં ચૂલાની જગ્યાએ ગેસ અને માઈક્રોવેવ જેવા આધુનિક કુકિંગ ઉપકરણોએ લીધી છે. પરંતુ શુ તમને ખબર છે કે, માઈક્રોવેવ ઓવનમાં ખાવાનું બનાવવાથી તમારા સ્વાસ્થ્ય પર બહુ જ ખરાબ અસર પડે છે. તેના રોજિંદા ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.
ગર્ભવતી મહિલાઓ માટે ઘાતક
માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે બહુ જ નુકશાનકારક છે. એક રિસર્ચ અનુસાર, માઈક્રોવેવથી ખતરનાક ઈલેક્ટ્રો મેગ્નેટ રેડિએશન નીકળે છે. જેનાથી ગર્ભમાં રહેલા શિશુનું મગજ, હાર્ટ અને લિંબ્સને નુકશાન પહોંચી શકે છે અથવા તો મિસ કેરેજ પણ હોઈ શકે છે.
પૌષ્ટિક્તા નષ્ટ થઈ જાય છે
માઈક્રોવેવ ઓવનમાં ખાવાનું બનાવવાથી કે ગરમ કરવાથી પૌષ્ટિકતા નષ્ટ થઈ જાય છે. માઈક્રોવેવમાં પકાવવામાં આવેલ ભોજનની પૌષ્ટિકતા અંદાજે 60થી 90 ટકા ઓછી થઈ જાય છે અને ભોજનની સંરચનાત્મક વિધટન તેજ થઈ જાય છે. જેનાથી ભોજન શરીરને ફાયદા પહોંચાડવાની જગ્યાએ નુકશાન પહોંચાડવા લાગે છે.
રોગપ્રતિકારક ક્ષમતા પર અસર
રોજ માઈક્રોવેવ ઓવનમાં બનાવેલું ખાવાનું ખાવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી માઈક્રોવેવમાં પકાવેલું ખાવાનું ખાવાથી બેક્ટેરીયા અને વિષાણુઓથી થનારા રોગો સામે લડવાની શારીરિક શક્તિ પણ ઓછી થઈ જાય છે.
કેન્સરનો ખતરો
માઈક્રોવેવ ઓવનથી નીકળનારી કિરણો દૂધ અને દાળમાં કેન્સરકારક એજન્ટ્સની રચના કરે છે. તેમાં બનેલું ભોજન ખાવાથી રક્તમાં કેન્સર કોષિકોની સંખ્યા વધી જાય છે. આવું એટલા માટે થાય છે, કેમ કે માઈક્રોવેવમાં પકાવવામાં આવેલ ભોજનમાં રાસાયણિક પરિવર્તનોથી માનવ શરીરની લિંફેટિક સિસ્ટમના કાર્ય પર નબળી અસર પડે છે.
પાચન સંબંધી સમસ્યા
માઈક્રોવેવ ઓવનથી નીકળનારી કિરણોથી ભલે ચપટીમાં ગરમાગરમ ભોજન તૈયાર થઈ જાય છે, પંરતુ તેની કિરણો ખાદ્ય પદાર્થોમાં કેટલાક એવા પરિવર્તન કરી દે છે, જેનાથી વ્યક્તિને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
અસમયે વૃદ્ધત્વ
માઈક્રોવેવમાં બનેલું ખાવાનું ખાવાથી ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને સમય પહેલા જ વૃદ્ધત્વ આવવા લાગે છે. જે લોકો સતત તેમાંનું ભોજન ખાય છે, તેમના મસ્તિષ્ક પર તેનો દુષ્પ્રભાવ પડી શકે છે. આવુ ભોજન મસ્તિષ્કના ઉત્તકોમાં લાંબા ગાળે નુકશાન કરી શકે છે.