Monday, April 13, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

Interestingરસપ્રદ

રહસ્યોથી ભરેલું જંગલ..

અમેજન નું જંગલ દુનિયા ના ૯ દેશો સુધી ફેલાયેલુ છે. આ જંગલ ૫.૫ કરોડ વર્ષ જુનુ છે.

અમેજન એ એક યૂનાની શબ્દ છે, જેનો અર્થ થાય ઝઘડાલું સ્ત્રી. ૨૦% ઑક્સીજન માત્ર અમેઝન ના ઝાડ પેદા કરે છે.

દુનિયા ના ૪૦% પશુ,પક્ષી અમેજન માં મળે છે.

અહિયા ૪૦૦ થી વધુ કબીલા જિવે છે જેની આબાદી ૪૫ લાખ જેટલી છે, હાલ પણ એ લોકો જંગલી જિંદગી જિવે છે.

અમેજન ના કેટલાક ઇલાકા એટલા ગાઢ છે કે ત્યા સૂર્યપ્રકાશ નથી પહોંચતો.. ત્યા દિવસે પણ રાત હોય છે..

અહિંયા એવા ઝેરીલા જાન​વર છે જે એક જ સેકંડ માં કોઇ પણ પ્રાણી ને માર​વા સક્ષમ છે..

આ જંગલ માં ૬૦% જાન​વર એવા છે જે આજે પણ બેનામ છે. અહિયા ના કરોળિયા એવડા મોટા અને તાકાતવર હોય છે કે સમરી જેવા મોટા પક્ષી ને પણ દબોચી શકે છે..

અહિયા ૩૦હજાર પ્રકાર ના ફળો પ્રાપ્ત થાય છે. જિવવિજ્ઞાન નાં માહીર હજુ સુધી અમેજન નાં ૧૦% ભાગ માં પહોંચી શક્યા છે.

જો તમે અમેજન જંગલ માં છો અને મુશળધાર વરસાદ ચાલુ થઇ જાય તો વરસાદ નું પાણી જમીન સુધી પહોંચતા ૧૨ મિનીટ નો સમય લાગે છે..

error: Content is protected !!