લીલા લસણની સીઝનમાં આરીતે ફ્રોઝન કરો, આખું વર્ષ ઉપયોગમાં લઇ શકશો.
કેમ છો મિત્રો? જય જલારામ. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ખુબ જ ફ્રેશ લીલું લસણ મળે છે. શિયાળામાં આપણા ઘરમાં બનતી અનેક વાનગીઓમાં આપણે લીલું લસણ ખાવાનું પસંદ કરીએ છીએ. હવે શિયાળામાં તો ફ્રેશ મળે ત્યાં સુધી આપણે ફ્રેશ લસણ જ વાપરીએ છીએ પણ જયારે લીલા લસણની સીઝન ના હોય અને ત્યારે જયારે કોઈ વાનગી ખાતા એમ થાય કે કાશ આ વાનગીમાં લીલું લસણ ઉમેર્યું હોત તો મજા આવી જાત. બસ આવું ના થાય એટલે જ મેં તો આ વર્ષે લીલું લસણ ફ્રોઝન કરીને સ્ટોર કરી લીધું છે.
બધા કહે છે કે ફ્રોઝન કરેલ વસ્તુ ના ખાવી જોઈએ નુકશાન થાય પણ આપણે કાઈ બધું જ થોડું ફ્રોઝન કરેલું ખાઈએ છીએ? જે તે વસ્તુનું રિએક્શન એ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર નિર્ભર કરે છે. એટલે આપણે ફ્રોઝન કરેલું લીલું લસણ એ રીંગણના ઓળામાં ઉમેરીએ તો કાંઈ નુકશાન થશે નહિ. અને એમાં પણ આવડા મોટા શરીરમાં ક્યાં એ બે ચમચી ફ્રોઝન લસણ… તો ચાલો ફટાફટ શીખી લઈએ લીલું લસણ ફ્રોઝન કરવાની પરફેક્ટ અને સાચી રીત.
ખાસ વાત: મારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબ જો તમે હજી સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ એકવાર સબ્સ્ક્રાઇબ કરજો. તમારે કોઈ પૈસા નથી આપવાના પણ તમારું એક સબ્સ્ક્રાઇબ કરવું એ મને ઘણું સપોર્ટ કરશે. સબ્સ્ક્રાઇબ બટન સુધી જવા અહીંયા ક્લિક કરો.
1- શિયાળા માં લીલું લસણ ખૂબ સારું મળે છે.અને તેને સરસ રીતે સ્ટોર કરી રાખીએ તો આવતી સીઝન સુધી યુઝ કરી શકીએ છે.બધું લસણ એકદમ સાફ કરી ધોઈ કોરું કરી ઝીણું ઝીણું સમારી લેવાનું છે.
2- શિયાળા ની સિઝન માં લસણ સ્ટોર કરીશું.તો જ્યાંરે પણ આપણ ને લીલા લસણની વાનગી બનાવી હોય તો ત્યારે આપણે સીઝન વગર પણ ઇઝીલી બનાવી શકીએ છે.
3- આપણે 250 ગ્રામ જેટલું લસણ લઈશું.અને તેને સમારી લઈશું.હવે આપણે તેને એક થાળી માં લઇ લઈશું.જેથી કરી ને આપણે ને મીઠું ચડાવતા ફાવે.હવે આપણે એક ચમચી મીઠું નાખીશું.
4- હવે તેને ખુલ્લા હાથે મિક્સ કરતા રહીશું.બધી બાજુ સરસ મિક્સ થઈ જાય.તે રીતે આપણે લસણ માં મીઠું ભેળવી લઈશું. આમ કરવાથી આપણું લસણ ગ્રીન રહે છે.અને એકદમ ફ્રેશ રહે છે.
5- જ્યારે આપણે ફ્રિઝર માંથી લસણ બહાર કાઢી ને મુકીશું. તો તે લસણ અત્યારે જ સમારિયું હોય તેવું લાગે છે.ત્યારબાદ એક લોક વાળી કોથળી લઈ તેમાં ભરી દઈશું.તેને હળવા હાથે લસણ ભરવાનું છે.મુઠ્ઠી વાળી ને નથી ભરવાનું.ત્યારબાદ લસણ ભરી ને બેગ ની બધી હવા કાઢી લેવાની.
6- ત્યારબાદ બેગ બંધ કરી દેવાની.અને તેને ખુલ્લું કરી ફ્રિઝર માં સ્ટોર કરીશું. આવું કરવાથી આખું વર્ષ આપણે લસણ ખાઈ શકીશું.તમે પણ આવી રીતે ફ્રોઝન કરજો.
વિડિઓ રેસિપી :