વઘારેલી ખીચડી – પ્રેમવતીમાં મળે છે એવી ખિચડી બનશે તમારા રસોડે.
આજે આપણે સ્વામિનારાયણ ખીચડી બનાવીશું. આ ખીચડી બહુ જ પ્રખ્યાત છે આપણે ઘરે બનાવીએ તો આવી નથી બનતી તો તમે આ રેસિપી થી કે આ રીતથી બનાવશો તો ચોક્કસથી એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.
સામગ્રી:
- ચોખા
- છોડાવાળી મગ ની દાળ
- હળદર
- મીઠું
- ધાણાજીરું
- આદુ
- લાલ મરચું પાવડર
- તમાલપત્ર
- જીરું
- લવિંગ
- ગાજર
- વટાણા
- બટાકા
- રીંગણ
- હીંગ
- ફ્લાવર
- સૂકું લાલ મરચું
- રાઈ
રીત
1- સૌથી પહેલા આપણે એક કૂકર માં બે મોટી ચમચી તેલ લઇ લઈશું. હવે આ તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ નાખીશું. હવે રાઈ તતડી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખીશું.
2- હવે તેમાં એક તમાલપત્ર નાખીશું. હવે તેમાં છ કે સાત મીઠા લીમડા ના પાન નાખીશું. ત્યારબાદ એક લીલું મરચું ઝીણું સમારી ને એડ કરીશું. અને ત્યાર પછી થોડું આદુ ને છીણી લીધું છે તો તે પણ આપણે એડ કરીશું.
3- હવે તેમાં આપણે વેજીટેબલ નાખીશું. હવે તેમાં એક બટેકા ને સમારી ને એડ કરીશું. ત્યારબાદ એક નાનું રીંગણ એડ કરીશું. અને થોડા વટાણા એડ કરીશું. તમારે બીજું કોઈ વેજીટેબલ એડ કરવું હોય તો કરી શકો છો.
4- હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં એક ગાજર અને થોડો ફૂલેવાર એડ કરીશું. હવે આપણે શાકભાજી ને થોડા ફ્રાય કરી લઈશું. હવે તેમાં ચોખા અને દાળ નાખીશું. આ ખીચડી હમેશા છોડા વાળી મગ ની દાળ ની જ હોય છે.
5- દાળ આપણે પોણા ભાગ ની લઈશું જેથી ખીચડી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે બધું સરસ રીતે તેલ માં ફ્રાય કરી લઈશું. હવે મસાલા કરી લઈશું હવે એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.
6- હવે એક નાની ચમચી હળદર નાખીશું. હવે બધા મસાલા સાથે તેને મિક્સ કરી લઈશું. તમે વીડિયોમાં જોઇ શકશો કે આપણા ચોખા અને દાળ માં બધા મસાલા સેટ થઈ ગયા છે તો તેમાં આપણે પાણી નાખીશું.
7- હવે જેટલા ચોખા દાળ લીધા હોય તેનાથી ડબલ આપણે પાણી નાખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે કૂકર બંધ કરી ને મીડીયમ ગેસ પર એક સીટી વગાડી લઈશું.અને પછી ધીમા ગેસ પર પાંચ થી સાત મિનિટ રહેવા દઈશું.
8- હવે ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તેનો વઘાર કરી લઈશું. હવે તેમાં એક ચમચી ઘી લઈશું હવે ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં બે સૂકા મરચા નાખીશું.
9- હવે તેમાં થોડું જીરું અને બે લવિંગ નાખીશું હવે આપણે આ ઘી નો વઘાર ખીચડી માં નાખીશું હવે ખીચડી અને કઢી તૈયાર થઈ ગઈ છે તો તેને સૌ કરી લઈશું તેમાં લીલા ઉપર થી ધાણા નાખીશું. અને આ સ્પેશિયલ સ્વામિનારાયણ મંદિર માં મળે છે તેવી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.
વિડીયો રેસીપી :