Monday, April 13, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

રેસીપી

જલારામ મંદિરની કઢી – સરળ અને પરફેક્ટ રીત

આજે આપણે જલારામ મંદિરની કઢી બનાવીશું. આ કઢી બહુ જ પ્રખ્યાત છે આપણે ઘરે બનાવીએ તો આવી નથી બનતી તો તમે આ રેસિપી થી કે આ રીતથી બનાવશો તો ચોક્કસથી એકદમ પરફેક્ટ બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • દહીં
  • બેસન
  • મીઠું
  • આદુ
  • લીલા મરચા
  • તમાલપત્ર
  • જીરું
  • લીલા ધાણા
  • ઘી
  • મીઠા લીમડાના પાન
  • લવિંગ
  • તજ
  • હીંગ

રીત

1. આપણે કઢી ની તૈયારી કરી લઈશું.

2. તેના માટે એક વાડકી દહી લઈ લીધું છે હવે તેની સામે બે ચમચી બેસન લઈ લીધું છે હવે તેમાં ગાઠા ના પડે તે રીતે દહી માં મિક્સ કરી લઈશું. તમારી જોડ દહી ના હોય તો તમે છાસ પણ લઈ શકો છો.હવે તેમાં ચાર થી પાંચ વાડકી પાણી એડ કરીશું.

3. હવે તેમાં અડધી ચમચી આદુ નાખીશું.હવે તેમાં તમારા ટેસ્ટ મુજબ મીઠું નાખીશું.હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું.હવે તેમાં થોડો ગોળ નાખીશું.

4. હવે આને પાંચ થી સાત મિનિટ માટે રહેવા દઈશું,હવે વઘાર કરી લઈશું.હવે એક ચમચી ઘી લઈશું હવે તેમાં થોડું જીરું એડ કરીશું.હવે તેમાં બે થી ત્રણ લવિંગ એડ કરીશું.અને એક નાનો ટુકડો તજ એડ કરીશું.હવે તેમાં બે લીલા મરચા ટુકડા કરી ને એડ કરીશું.હવે આ વઘાર આપણે કઢી માં એડ કરીશું.

5. હવે કઢી ને ઉકાળી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ કઢી ઉકળી રહી છે. કઢી ઉકળી જાય એટલે તેને ખિચડી સાથે સર્વ કરીશું. આ કઢી ભાત સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે.

વિડીયો રેસીપી :

error: Content is protected !!