આ રાશિના જાતકોની પનોતીમાંથી થશે મુક્તિ, તમારી રાશિ છે કે નહીં આ લિસ્ટમાં.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બધા ગ્રહમાં શનિનું રાશિ પરિવર્તન ખૂબ મહત્વનું હોય છે. શનિ સૌથી ધીમી ગતિએ ચાલવાવાળો ગ્રહ છે. આ કારણએ તેની શુભ-અશુભ પ્રભાવ જાતકો પર ઘણા સમય સુધી રહે છે. શનિ એકથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો તે લગભગ અઢી વર્ષનો સમય લગાવે છે.
શનિની આ પનોતી બહુ અઘરી હોય છે એટલે હમેશા આ પનોતીમાં લોકો ખૂબ ડરમાં રહે છે. જ્યારે પણ શનિનું રાશિ પરિવર્તન થાય છે તો કોઈ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા શરૂ થઈ જાય છે. આ સિવાય ઘણી રાશિના જાતકોને પનોતીમાંથી મુક્તિ પણ મળે છે. ચાલો તમને વધુ જણાવીએ.
જ્યારે 2023માં શનિ રાશિ પરિવર્તન કરશે ત્યારે તુલા અને મિથુન રાશિના લોકો ઉપરથી શનિની પનોતીનો પ્રભાવ ઘટી જશે. આ સિવાય છેલ્લા સાડા સાત વર્ષથી ધન રાશિના લોકો પર ચાલી રહેલ સાડાસાતીથી મુક્તિ મળશે.
3 રાશિ પર શનિદેવનો પ્રભાવ દૂર થઈ જશે અને તેમના સારા દિવસ શરૂ થશે. અટકેલાં કામ ફરી શરૂ થશે. આવકમાં વૃધ્ધિ થશે. પૈસાની આવક વધવાથી માન-સમ્માનમાં વધારો જોવા મળશે. નોકરી માટેના સારા પ્રસ્તાવ મળશે. વેપારમાં સારો લાભ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
જ્યારે આવતા વર્ષે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેના લીધે મીન રાશિ પરથી સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થઈ જશે. આ રીતે વર્ષ 2023માં કુંભ, મકર અને મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થશે.
જો શનિની ઢૈયાની વાત કરીએ ટો વર્ષ 2023માં કર્ક અને વ્રુશિક રાશિના જાતકો પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. એવામાં આ રાશિના જાતકોને જીવનમાં અવનવા દુખ અને મુશ્કેલીઓ જોવા મળશે.