આ દીકરીના આ સાહસને જોઈને તમારી છાતી પણ ગર્વથી ફૂલી જશે.

દીકરાઓ એટલે કે યુવકો જ્યારે ઈચ્છે ત્યારે માથાના બધા વાળ કઢાવી શકે છે. હા તેમને થોડા સવાલ કરવામાં આવે પછી કશું જ નહીં.

પણ જ્યારે અ જ નિર્ણય કોઈ યુવતી કે દીકરી કરે છે ત્યારે તેને તો ઘણા બધા સવાલ પૂછવામાં આવે છે એટલું જ નહીં તેના આ નિર્ણયમાં તેને ભાગ્યે જ કોઈનો સપોર્ટ મળતો હોય છે.

પણ આજે હું એક એવા માતા પિતા અને તેમની દીકરીની વાત તમારા માટે લઈને આવી છું જેમના વિષે જાણીને તમને પણ ગર્વ થશે અને તમને પણ પ્રેરણા મળશે તમારી દીકરીને સહકાર આપવા માટેની.

ચાલો તેમના જ શબ્દોમાં તમને જણાવી દઉં કે એવું તો આ દીકરીએ શું કરી બતાવ્યું છે. અંતમાં તેમની ફેસબુક પ્રોફાઇલ લિન્ક આપી છે તમે તેમને ફોલો કરી શકો છો.

▪️અને અચાનક બપોરે જમતી વખતે એને મને કહ્યું ” પપ્પા મારે ટકો કરાવવો છે.” મને લાગ્યું કે મસ્તી કરે છે. પણ મેશ્વા તો એની વાતમાં વળગી રહી.

▪️એને મને કહ્યું કે મારે કેન્સર પેશન્ટને વિગ બનાવવા માટે મારા વાળ ડોનેટ કરવા છે. અને એને એના માટેનો બધો જ અભ્યાસ કરી રાખ્યો હતો કે કેટલા વાળ હોવા જોઈએ? કેવી રીતે આગળ વધવું? કોનો સંપર્ક કરવો વગેરે. એ બધી રીતે તૈયાર હતી.

▪️એને માનસિક તૈયાર કરવા એની મમ્મી એ ટકો કરાવ્યા પછીની સ્થિતિ વિશે વાકેફ કરી કે તારા મિત્રો મજાક કરશે, જાહેર સ્થળોએ લોકો વિચિત્ર રીતે જોશે. સ્કૂલ અને ટ્યુશન માં તને ચીડવે પણ ખરા. વાળ આવતા વાર લાગશે વગેરે વગેરે. તારે આ પરિસ્થિતિ માં હિંમત રાખવી પડશે.

▪️અને એ પણ મક્કમ હતી. મેં એને ગાયત્રીએ એને સહર્ષ મંજૂરી આપી. અને એને ખુશી ખુશી પોતાના બધા વાળ કેન્સર પેશન્ટ માટે આપી દીધા.

▪️Really Proud of you Meshu.

Thanks for this post : Yogesh Jivrani

error: Content is protected !!