નાહ્યા પછી મહિલા થઈ ગઈ આંધળી, નાની ભૂલનું મળ્યું આવું પરિણામ.

આજકાલ લોકો ચશ્માના ઓપ્શનમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ વધારે કરી રહ્યા છે. જો કે ફેશન તરીકે પણ લેન્સ ખૂબ કુલ લાગે છે, પણ આંખની સુરક્ષાને લઈને જોવા જઈએ તો ઘણીવાર એ ખતરનાક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને લેન્સને સારી રીતે સાચવી ના શકીએ તો તેના લીધે આંખનું તેજ પણ ચાલ્યા જવાનું જોખમ ઊભું થઈ શકે છે. જો કે હમણાં જ એક એવો કિસ્સો એક મહિલા સાથે થયો છે. કોન્ટેક્ટ લેન્સના લીધે આ મહિલાની આંખો ચાલી ગઈ છે.

વાત એમ બની હતી કે ઈંગ્લેન્ડમાં રહેવાવાળી 54 વર્ષની મેરી મેસન એ ઘણા લાંબા સમયથી પોતાની આંખમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી હતી. પણ એક દિવસ તેની એક નાની ભૂલ તેના પર ભારે પડી ગઈ હતી. વાત એમ થઈ હતી કે તે પોતાના લેન્સ પહેરીને જ નાહવા ચાલી ગઈ હતી.

ત્યારે નાહવા દરમિયાન પાણીમાં રહેલ માઇક્રોસ્કોપીક અમીબા તેમની આંખના કોરનીયામાં અને કોન્ટેક્ટ લેન્સની વચ્ચે ફસાઈ ગઈ હતી. તેના લીધે મેરીને Acanthamoeba keratitis નામનું ઇન્ફેકશન થઈ જાય છે, જે સૂક્ષ્મ ફ્રી લિવિંગ જીવના કારણએ થાય છે.

આ સંક્રમણને લીધે ધીરે ધીરે મેરીની આંખનું તેજ ઓછું થતું જાય છે એવામાં તેણે ડૉક્ટરનો સંપર્ક કર્યો તો તેમણે આ સંક્રમણની ખબર પડી. પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. આ બધુ જાણવા છતાં પણ મેરીને કોઈ લાભ થતો નથી આખરે તેની આંખો કાઢી નાખવી પડે છે.

એવામાં આ પૂરી પ્રક્રિયાને લીધે તેને પોતાની જોબ છોડવી પડી હતી, એવામાં હવે મેરી બીજા લોકોને કોન્ટેક્ટ લેન્સને લઈને સાવધાન થવા વિષે સલાહ આપે છે.

મેરીનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તો તેને ખૂબ વધારે સાવધાની રાખવાની જરૂરત છે. કોન્ટેક્ટ લેન્સ કંપનીએ પણ તેની પેકેજિંગ પણ ધ્યાન રાખવા માટેની જરૂરી સૂચનાઓ લખવી જોઈએ જેથી તેના યુઝર્સ ને કોઈ જોખમ થાય નહીં.

error: Content is protected !!