તમારા ઘરમાં રહેલ ફૂલ છોડ સાથે ભૂલથી પણ ના કરશો આ છેડછાડ.

સનાતન ધર્મ માં ઘણીબધી એવી પરંપરા છે જે સદીયોથી ચાલી આવે છે. આ પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ પણ હોય છે. આજે અમે તમને ઘરમાં વાવવામાં આવેલ ફૂલ છોડ સાથે જોડાયેલ કેટલીક એવી વાતો તમને જણાવી રહ્યા છે જે લગભગ તમે નહીં જાણતા હોવ. તમારે ઘરમાં રહેલ ફૂલ છોડના પ્લાન્ટ સાથે ભૂલથી પણ આવી છેડછાડ કરવી જોઈએ નહીં.

માનવીની જેમ સજીવ હોય છે છોડ અને વૃક્ષ – પુરાણોમાં, વૃક્ષો અને છોડને મનુષ્યની જેમ જીવંત પ્રાણી માનવામાં આવ્યા છે, જે દિવસ દરમિયાન જાગે છે અને સૂર્યાસ્ત પછી આરામ કરે છે. તેથી, રાત્રે તેમના આરામમાં ખલેલ પહોંચાડવી અને સૂતી વખતે તેમને જગાડવું એ શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત પછી પરિવારના વડીલો વૃક્ષો અને છોડને ચીડાવવા અને તેના પાંદડા તોડવાની ના પાડે છે.

વાસ્તુ ટિપ્સ ફોર પ્લાન્ટ્સ અનુસાર, અંધારું થયા પછી ઝાડ સાથે છેડછાડ ન કરવાનું એક કારણ એ છે કે ઝાડ પર પક્ષીઓ અને નાના જંતુઓ અને જીવાત હોય છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે ઝાડને હલાવો અથવા તેના પાંદડા તોડી નાખો, તો તે પક્ષીઓની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને તેઓ પરેશાન થઈ જાય છે. તેનું પરિણામ બીજા સ્વરૂપે ભોગવવું પડશે.

રાત્રે છોડતા હોય છે કાર્બન ડાઈયોક્સાઇડ – રાત્રિના સમયે વૃક્ષો અને છોડના પાન ન તોડવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણો છે. હકીકતમાં, રાત્રે, ઓક્સિજનને બદલે, છોડ કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં જો મનુષ્ય અંધારામાં ઝાડ-છોડ નીચે જાય છે તો તેને ઓક્સિજનની અછતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે રાત્રે ઝાડ નીચે સૂવું અને તેના પર ચડવાની મનાઈ છે.

error: Content is protected !!