નોર્મલ ઢોકળી તો રવિવારે બનાવતા જ હશો હવે આ બનાવો આ વાલોર ઢોકળી.

આજે આપણે વાલોર ઢોકળી બનાવીશું.તે કઈ રીતે બને છે તે જોઈશું અને આ બધા ને બહુ પસંદ આવશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ઘઉં નો લોટ
  • તેલ
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • અજમો
  • લીલા મરચાં
  • વાટેલું લસણ
  • લીલી વાલોર
  • લીલા ધાણા

રીત

1- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું આપણે અહીંયા ઘઉં નો લોટ લઈશું તેમાં થોડું તેલ એડ કરીશું અને તેમાં અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

2- હવે એક ચપટી ગરમ મસાલો એડ કરીશું,ત્યારબાદ અડધી ચમચી અજમો એડ કરીશું,જેને હાથ થી મસળી ને નાખીશું,હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે બધું હાથ થી મિક્સ કરી લઈશું, હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે થોડો કડક અને અટામણ વગર વણી શકાય તેવો બાંધી લીધો છે,હવે તેને ઢાંકીને પાચ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળી ના વઘાર ની તૈયારી કરી લઈશું.

4- હવે આપણે ઢોકળી કૂકર માં બનાવવાના છે હવે તેમાં બે મોટી ચમચી તેલ નાખીશું હવે તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી અજમો નાખીશું હવે આપણે બે લીલા મરચા ના ટુકડા અને એક નાનો ટુકડો આદુની પેસ્ટ કરી લઈશું તે પણ એડ કરીશું,હવે વાટેલું આઠ થી દસ કડી લસણ એડ કરીશું,હવે આપણે જે લીલી વાલોર આવે છે તે ૧૫૦ ગ્રામ ધોઈ ને એડ કરીશું.

5- હવે તેમાં આપણે મસાલો કરીશું હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ અડધી નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ નાની ચમચી ધાણજીરૂ એડ કરીશું, ત્યારબાદ અડધી થી પણ થોડો ઓછો ગરમ મસાલો નાખીશું,બધા મસાલા કરી ને થોડા તેલ માં ચડવી લેવાના જેથી ઢોકળી નો કલર અને ટેસ્ટ સરસ આવે.

6- આપણે હવે તેમાં અઢી ગ્લાસ પાણી એડ કરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું,હવે આપણે લોટ સરસ થઈ ગયો છે હવે તેના લૂઆ પાડી લઈશું અને એક ગુલ્લુ લઈ તેને વણી લઈશું, જો તમારો લોટ બરાબર બંધાયો હશે તો અટામણ ની જરૂર નઈ પડે,અને આપણે ઢોકળી એકદમ સરસ રીતે વણી શકીશું.

7- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું પાણી ઉકળવા આવ્યુ છે તો ઢોકળી ને કટ કરી તેમાં એડ કરી લઈશું, તમને જે આકાર ના જોઈએ એ રીતે તમે કટ કરી શકો છો.હવે આપણે ઢોકળી બધી પાણી માં એડ કરી લઈશું.

8- હવે તેને હલાવી લઈશું નઈ તો બધી ઢોકળી એકબીજા ને ચોંટી જશે જેટલી વાર આપણે ઢોકળી નાખીએ એટલી વાર હલાવી લેવાનું જેથી આપણી ઢોકળી ચોંટી ના જાય,તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ સરસ દેખાય છે તેનો કલર પણ સરસ દેખાય છે.

9- હવે એક જ સીટી માં આપણી ઢોકળી એકદમ પરફેક્ટ થઈ જશે,આને એકદમ ધીમા ગેસ પર તેને થવા દઈશું, હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ સરસ થઈ ગઈ છે.

10- હવે ઢોકળી ને ફરી થી એકવાર હલાવી લઈશું હવે તેમાં લીલા ધાણા નાખીશું ત્યારબાદ તેને સર્વે કરી લઈશું, તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી વાલોર ઢોકળી તૈયાર છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!