વજન ઘટાડવા માટે કોઈ ડાયટ ફોલો કરી રહ્યા છો? પણ નથી ઘટી રહ્યું વજન? આ કારણ હોઇ શકે છે.

અત્યારની જીવનશૈલી જ એવા પ્રકારની થઇ ગઇ છે કે મોટભાગના લોકો વધુ વજનને લઈને પરેશાન હોય છે. લોકો વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ડાયટ કરતા હોય છે. તેમજ છતાં પણ વજન ઓછું નથી થતું. તેમજ ઘણા લોકો વજન ઓછુ કરવા માટે ડાયેટ પ્લાન ફૉલો કરતા હોય છે જેમાં અમુક ખાસ પ્રકારના હેલ્થ ડ્રિંક્સ જરૂરી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જે વસ્તુનું સેવન તમે વજન ઘટાડવા માટે કરતા હોવ તે વસ્તુ જ તમારું વજન તો નથી વધારી રહી ને?

સવારમાં પીવામાં આવતા ડ્રિંકસ : આજે અમે તમને કેટલાંક ડાયટ પ્લાનમાં આવતા સામાન્ય ડ્રિંકસ વિશે જણાવીશું, જેથી કરીને તમે નક્કી કરી શકો કે, તમે જે ડ્રિંકસનું સેવન કરી રહ્યા છે, તે ખરેખર વજન ઘટાડવામાં તમને મદદ કરે છે, અમે જો આવું ન થતું હોય તો તરત આવા ડ્રિંકસ લેવાનું બંધ કરી દેવું.

જ્યૂસ અને કૉફી : વજન ઘટાડવા માગતા લોકો હંમેશા સવારની શરૂઆત ફ્રૂટ જ્યૂસ અથવા કૉફીથી કરતા હોય છે. તેમજ નાશ્તામાં જ્યૂસ કે કોફીની સાથે બ્રેડ ટોસ્ટ ખાતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તેનાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે. કેમ કે, સવારે ચા, કે કોફીની જગ્યાએ જ્યારે આપણે હેલ્દી ડ્રિંકસ તરીકે ફ્રૂટ જ્યુસનું સેવન કરતા હોઈએ છીએ તેમા કેલેરી વધારે હોય છે જે વજન ઘટાડવાની જગ્યાએ વજન વધારે છે.

પ્રોબાયોટિક ડ્રિંક : કેટલાય લોકો ઓછી કેલેરીનું હેલ્ધી ડાયેટ માનીને સવારમાં પ્રોબાયોટિક ડ્રિંક લેતા હોય છે. હકીકતમાં આવી ડ્રિંક્સનું સેવન કરવાથી ચરબી વધે છે. તેમજ વજન ઓછું નથી થતું. જો કે આવાં ડ્રિંક્સ તમારા પેટ માટે સારાં હોય છે, પરંતુ જેટલી ખાંડ પાઉડરના રૂપમાં દૂધ અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ તમે આમાં ઉમેરશો તે તમારું કેવલ તેટલું જ વધારતું હોય છે. આટલા માટે જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો સવારના સમયે આવાં ડ્રિંક્સ ન લેવાં.

લસ્સી : દહી, ખાંડ અને પાણીના મિશ્રણમાંથી બનાવામાં આવેલું આ ડ્રિંક ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બહુ લોકપ્રિય છે. પરંતુ આમાં રહેલ ખાંડ અને ફેટનું પ્રમાણ ભરપૂર હોય છે. માત્ર એક ગ્લાસ લસ્સીમાં 259 કેલરી હોય છે, તેથી લસ્સી પીવાથી વજન ઓછું થવાની જગ્યાએ વધવા લાગે છે.

દૂધ : તમને કદાચ જાણીને નવાઈ લાગશે પરંતુ એક ગ્લાસ ફ્લેવર્ડ મિલ્કમાં 158 કેલરી હોય છે. દૂધમાં કુદરતી રીતે જ મિઠાસ હોય છે, માટે દૂધની સાથે ખાંડ, બદામ, ચોકલેટ સીરપ જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે ત્યારે આ ડ્રિંકમાં કેલેરીનું પ્રમાણ વધી જાય છે.

નાંરગીનો જ્યૂસ : જો કે રોજ સવારે ખાલી પેટ લેવામાં આવતું ઓરેન્જ જ્યૂસ વજન ઘટાડે છે, પરંતુ બ્રેકફાસ્ટમાં બ્રેડ ટોસ્ટ કે કોઇ લાઇટ બ્રેકફાસ્ટ બાદ જો તમને પણ ઓરેન્જ જ્યૂસ પીવાની આદત હોય છે તો તે તમારું વજન વધારી શકે છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ એક ગ્લાસ ઓરેન્જ જ્યૂસમાં 220 કલેરી હોય છે. હકીકતમાં કંઇપણ ખાધા પછી કોઇણ પ્રકારના ફ્રૂટ જ્યૂસ ન લેવાં જોઇએ. આના બદલે સવારે બ્રેકફાસ્ટ પહેલાં સફરજન ખાવાની આદત રાખવી અને કોઇપણ ફ્રૂટ ફ્રૂટ હોય તેનું જ્યૂસ પીવાને બદલે કાપીને ખાવું જ યોગ્ય હોય છે. જ્યૂસ બનાવવાના ક્રમમાં મોટાભાગે ફળોના પોષક તત્વો નષ્ટ થઇ જતા હોય છે.

ભેંસનું દૂધ : મોટાભાગના લોકો સ્વાદને ધ્યાનમાં રાખીને ભેંસનું દૂધ વધારે પસંદ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે ભેંસનું દૂધ માત્ર દેખાવમાં જ જાડું નથી હોતું, તેમાં ગાયના દૂધની સરખામણીએ કેલેરી પણ વધારે હોય છે. એક ગ્લાસ ભેંસના દૂધમાં 280 કેલેરી હોય છે અને 16.8 ગ્રામ ફેટ હોય છે. જેથી કરીને ભેંસના દૂધને ક્યારે પણ તમારી ડાયટમાં સામેલ ન કરવું.

કેળા : તેમજ કેળામાં કેલેરીની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. એક કેળામાં 108 કેલેરી હોય છે. પછી તેમાં તમે દૂધ અને ખાંડ મિક્સ કરો એટલે કેલરીનું પ્રમાણ બમણુ થઈ જાય છે. એટલે બનાના શેક ન પીવો જોઈએ જો તમારે ઓછું કરવું હોય તો. જો તમે ખરેખર વજન ઉતારવા માગતા હોવ તો ઉપરોક્ત જણાવેલ ડ્રિંક્સ અવોઇડ કરવી અને અહીં નીચે આપેલા ડિંક્સનું સેવન કરવાથી ફાયદો થશે.

તજ અને મધ : એક ગ્લાસ ઉકાળેલા પાણીમાં એક ચમકી તજ અને મધ મિક્સ કરો. તમે ઇચ્છો તો આમાં લીંબુનો રસ પણ ભેળવી શકો છો. સવારે ઉઠતાની સાથે જ આ મિશ્રણ પીવું, વજન ઓછું કરવામાં આ બહુ ઉપયોગી થશે. તે સિવાય વજન ઓછું કરવામાં ગ્રીન ટી બહુ ફાયદાકારક હોય છે. તમારી પસંદની કોઇપણ ગ્રીન ટીથી તમારી સવારની શરૂઆત કરવી. દિવસમાં 6 કપ ગ્રીન ટી ન માત્ર બૉડી ડિટૉક્સ કરશે પણ તમને આખો દિવસે ફ્રેશ ફિલ કરાવશે. ઉપરાંત તેનાથી તમારું વજન પણ જલ્દીથી ઘટી જશે.

error: Content is protected !!