કસરત કરવાની જરૂર નથી જમવામાં આ શાકભાજીનો ઉપયોગ કરો જોત જોતામાં ઘટી જશે વજન.

વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની આદતોના કારણે લોકોમાં સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. મોટાભાગના લોકો બેઠાડુ જીવનશૈલીના કારણે પણ સ્થૂળતાના શિકાર બની જાય છે.

જો કે શરીરનું વધેલું વજન એ માત્ર એક સમસ્યા નથી પરંતુ વધતાં વજન સાથે અન્ય સમસ્યાઓ પણ આવે છે. હૃદય સંબંધિત સમસ્યાઓ પણ સ્થૂળતાના કારણે વધે છે. જ્યારે વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે ત્યારે વ્યક્તિએ ચેતી જવું જોઈએ અને વજનને કાબૂમાં કેમ રાખવું તે અંગે વિચાર શરૂ કરી દેવો જોઈએ.

વધેલું વજન ઝડપથી ઘટે અને સાથે જ તેમાં વધારો પણ ન થાય તે માટે જરૂરી છે કે ખાસ પ્રકારની તકેદારી ખોરાક બાબતે રાખવામાં આવે. આપણાં રોજીંદા આહારમાં જો પાલક અને તુરીયાનો સમાવેશ કરવામાં આવે તો શરીરમાંથી વધારાની ચરબી ઝડપથી દૂર કરવામાં મદદ મળી શકે છે. પાલકથી વજન ઉતારવામાં મદદ મળે છે તે વાત એક સંશોધનમાં સાબિત પણ થઈ ચુકી છે.

પાલકથી થતાં લાભની વાત કરીએ તો શરીરમાં જરૂરી પોષક તત્વોની પૂર્તિ પાલક કરે છે. તેના કારણે વજન ઘટાડવામાં મદદ પણ મળે છે. પાલકમાં થાયકોલાઈડસ હોય છે જે વજન ઘટાડવા માટે સક્ષમ હોય છે. તે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે જેના કારણે વારંવાર ભુખ નથી લાગતી.

પાલક ઉપરાંત તુરીયા પણ વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તુરીયાનું સેવન કરવાથી શરીરમાં રહેલી શર્કરા દૂર થઈ જાય છે. આ શાક ડાયાબિટીસના રોગીઓ માટે પણ લાભકારક સાબિત થાય છે. તુરીયામાં 95 ટકા પાણી હોય છે અને કેલેરી માત્ર 25 ટકા જ હોય છે જેના કારણે વજન વધતું અટકે છે. તુરીયાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. તો તમે પણ શરૂ કરી દો વજન ઘટાડવા માટે પાલક અને તુરીયાનું સેવન.

error: Content is protected !!