ઉનાળામાં હમેશાં આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, ગરમીથી પણ બચશો અને ઠંડક અનુભવશો.
કાકડી ગ્રીષ્મ ઋતુમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કેમકે તે ખુબ જ ઠંડક આપનારી અને પિત્તદાયક છે. કાકડી તરસ છીપાવવાના પણ કામે લાગે છે. તેનાથી રક્તપિત્ત ઓછું થાય છે તેમજ બળતરા પણ શાંત થાય છે.
ઉનાળાની ગરમીમાં સૌથી વધારે કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમીમાં કાકડી ખાવાથી શરીરને ઠંડક મળે છે. તેમજ તરસ છીપાવવા માટે પણ કાકડી મદદ કરે છે. તેને ખાવાથી રક્તપિત્તની સમસ્યા ઓછી થાય છે. તેમજ કાકડીમાં વિટામીન સી અને બી ભરપૂર માત્રામાં હોય છે તેમજ વિટામીન એ પણ થોડી માત્રામાં હોય છે. તેમજ કાકડીમાં સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરાઈડ, સલ્ફર અને લોહ જેવા પોષક તત્ત્તવો હોય છે. તેમજ પથરી વગેરે જેવી બીમારીમાં મૂત્ર ઓછું આવતું હોય અને બળતરા થતી હોય ત્યારે કાકડીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેમજ કાકડીનું રાયતું પણ બનાવી શકાય છે તેનાથી ચિડિયાપણું અને માનસિક વિકાર પણ દૂર થાય છે.
તેમજ જો ભૂખ ન લાગતી હોય તો, નરમ કાકડીને છોલીને તેમાં સંચળ અને કાળા મરી નાંખીને ખાવાથી ભુખ વધે છે. કાકડીમાં નાના નાના ટુકડા કરીને તેના પર ખાંડ નાંખીને ખાવાથી ગરમીમાં શરીરમાં થતી બળતરામાંથી છૂટકારો મળે છે. તેમજ શરીર પર જો તડકાને કારણે બળતરા થતી હોય તો કાકડીને શરીર પર ઘસવી, તેનાથી બળતરા ઓછી થશે.
તે સિવાય દરરોજ 100 ગ્રામ કાકડીનો રસ પીવાથી ચહેરો ખીલી ઉઠે છે. ગરમીને લીધે આંખો લાલ થઈ ગઈ હોય, બળતરા થતી હોય, વધારે થાક લાગ્યો હોય તો કાકડીની સ્લાઈસને આંખો પર 10 મીનિટ સુધી રાખવી તેનાથી આંખોને ઠંડક મળશે. તે સિવાય કાકડીનું પાણી, કાકડી અથવા તો કાકડીની સ્મુધિ હોય. દરેક રૂપમાં કાકડીનું સેવન ફાયદાકારક છે. પીનટ શેકસ અને ચોકલેટ સ્મુધિથી પણ વધુ સારું છે.
તેમજ કાકડીનું પાણી શરીરને હાઈડ્રેટ કરવામાં અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તે શરીરને રિલેક્શ રાખે છે અને તેમજ ગરમીમાં કાકડી ખાવાથી તમે યુવાન દેખાય શકો છો. તેમજ જાણીને તમને પણ નવાઈ લાગશે કે, વજન ઓછુ કરવા માટે તેને કાકડીને અલગ-અલગ રીતે ખઈ શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કાકડી કેવી રીતે વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
તરબૂચ અને કાકડીનો મિક્સ જ્યૂસ
અડધી કાકડીમાં એક કપ તરબુચના નાના ટુકડા મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. તેમાં ટેસ્ટ માટે કાળા મરી અને લીંબુ નાંખો તેના પછી તેને બરાબર રીતે મિક્સ કરી લો. લંચ અથવા ડીનર પછી આ સ્મુધીને તમે આરામથી પી શકો છો. તે બન્ને વસ્તુમાં પાણીનું પ્રમાણ ખુબ વધારે હોય છે જે શરીરને હાઈડ્રેટ કરે છે અને ઠંડુ રાખે છે.
લીંબુ અને કાકડીનો જ્યૂસ
સામાન્ય રીતે કાકડીનું જ્યુસ ઘણા લોકોને નથી ભાવતો હોતો, તેથી તેનો ટેસ્ટ વધારવા માટે તમે લીંબુનો રસ એક ચમચી નાખવો. અડધી કાકડીના ટુકડા કરીને તેમાં એક ચમચી લીંબુ નાંખીને ઠંડુ કર્યા પછી પીવું.
ફુદીનો અને કાકડીનું પાણી
કાકડીમાં વિટામીન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ત્યાં જ ફુદીનો એન્ટીઓક્ષીડેન્ટસથી ભરપુર હોય છે. તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. એક કાકડીમાં એક ચમચી કાળા મરીનો પાઉડર, એક ચમચી મધ અને ૮ થી ૧૦ પાંદડા ફુદીના અને મીઠું નાખો. ત્યાર બાદ તેમાં પાણી નાખીને થોડા ટીપા લીંબુ નાખીને બધાને સરખી રીતે મિક્સ કરો અને તેને પીઓ. ઘર પર જ તૈયાર છે.
દ્રાક્ષ અને કાકડીનો જ્યૂસ
દ્રાક્ષમાં એન્ટીઓક્ષીડેંટસ ગુણધર્મો મળી આવે છે જે હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક કપ દ્રાક્ષનું જ્યુસ લો. તેમાં કાકડીના થોડા ટુકડા નાખો. તેમાં સોડા અથવા તો ઠંડુ પાણી નાખીને પીવું. તમે ઈચ્છો તો તેમાં લીંબુના ટિપા પણ નાખી શકો છો.