પથરીને ઓગળીને પેશાબ દ્વારા બહાર કાઢી નાંખશે આ ખાસ ઉપાય.

હવે બરાબર ગરમી શરૂ થશે અને એવામાં ગરમી એ અનેક બીમારીને આમંત્રણ મળશે. આમ તો ગરમીની સિઝનમાં પથરીનો દુખાવો ઉપડતો હોય છે. પથરીનો દુખાવો એ ભલભલા મજબૂત વ્યક્તિને તોડી નાખતો હોય છે. પથરી થવાનું મુખ્ય કારણ હોય છે શરીરમાં પાણીની કમી. એક ગાઈડલાઇન પ્રમાણે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણી શરીરમાંથી બહુ જલ્દી ઊડી જતું હોય છે. જે વ્યક્તિ પાણી ઓછું પીવે છે તેના શરીરમાં યુરીક એસિડ ઓછું થઈ જવાને લીધે પાણીની કમી થઈ જાય છે. એવામાં તમને પેશાબ પણ ઓછો આવશે અને આ સાથે તમને કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે.

હકીકતમાં પથરી બનવાને કારણે આપણા શરીરની અંદર કિડનીને મૂત્રાશય સાથે જોડતી નળીમાં બ્લોકેજ થાય છે, જેના કારણે પેશાબ બહાર નીકળવામાં અવરોધ આવે છે અને દુખાવો થવા લાગે છે. જે વ્યક્તિને વારંવાર અથવા લાંબા સમય સુધી પથરી થાય છે તેને કિડની સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે.

જો તમને પણ પથરી થવાની શંકા છે તો આ લક્ષણો પર તમે એકવાર નજર કરી શકો છો. પથરી હોવા ના ઘણા લક્ષણમાંથી એક છે જેમાં કમરથી નીચેના ભાગમાં દુખાવો થવો, પેશાબમાં લોહી આવવું, ઊલટી થવી, ચક્કર આવવા, પેશાબમાં સફેદ રક્ત કોશિકાઓ આવવી, પેશાબ ઓછો આવવો, પેશાબ કરવાના સમયે બળતરા થવી, વારંવાર થોડી થોડી પેશાબ માટે જવું પડવું.

જ્યારે પણ કોઈ વ્યક્તિને પથરી હોય તો તેને હળવાશથી ન લેવી જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે પથરી વિશે વધારે જાણકારી ન હોવાને કારણે લોકો તેની યોગ્ય સારવાર કરાવી શકતા નથી. જો આપણે પથરીની સારવાર માટે ડૉક્ટર પાસે જઈએ તો તે તેને ઓગળવા માટે વિવિધ પ્રકારની દવાઓ આપે છે.

કેટલાક ડોકટરો તો દર્દીને સીધું ઓપરેશન કરવાનું કહે છે. એવામાં, જો તમે આના પર વધુ પૈસા ખર્ચવા માંગતા નથી અથવા ડૉક્ટરની દવાઓની કોઈ અસર થઈ રહી નથી, તો ટેન્શન ન લો. આજે અમે તમને પથરીના ઈલાજ માટે એક એવો ઘરગથ્થુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી કિડનીમાં હાજર તમામ પથરી બહાર નીકળી જશે.

પથરી માટે પથ્થરપાન એ બહુ ફેમસ છે. આ પાનમાં રહેલ ઔષધીય ગુણ પથરીને ઓગાળીને પેશાબ દ્વારા બહાર કાઢી નાખે છે. તમારે એક જ કામ કરવાનું છે. જ્યારે તમને ખબર પડે કે પથરી છે તો દરરોજ સવારમાં ખાલી પેટે આ પાન લેવાના છે. તેના સતત ઉપયોગથી થોડા જ દિવસમાં પથરી ઓગળીને સીધી પેશાબ દ્વારા બહાર નીકળી જશે.

error: Content is protected !!