તુવેર રીંગણનું શાક – શિયાળામાં મળતી ફ્રેશ તુવેર અને રીંગણથી અઠવાડિયામાં બે ત્રણ વાર તો બનાવવું જ જોઈએ.
કેમ છો? જય જલારામ. અમારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબ પર અમે એક નવી સિરીઝ શરુ કરી રહ્યા છે જેમાં તમને અને અમને બંનેને ખુબ સારું રહેશે. એ સિરીઝમાં અમે પ્રયત્ન કરી રહ્યા છે કે જે પણ વાનગી તમને જણાવીએ એ 3 મિનિટની આસપાસ શીખવી દઈએ. આજકાલના સમયમાં કોઈની પાસે એટલો બધો સમય નથી હોતો કે તેઓ વિડિઓમાં પૂરો ઈન્ટ્રો અને બીજી વધારાની વસ્તુઓ જુએ. બધા જ વિડિઓ એટલે જોતા હોય છે કે જે તે રેસિપી તેમને જલ્દી જ શીખવા મળે.
તો બસ એના લીધે જ મેં અને મારા સાસુએ કોઈપણ વધારાની વાતો કર્યા વગર જે રેસિપી મેઈન જે છે એજ તરત શીખી શકાય. તો અમને સાસુ વહુને આશા છે કે તમે અમને સહકાર આપશો. આમ આપણે ઇન્ટરનેટ પર ઘણા બધા વિડિઓ જોતા હોઈએ છે જેમાં ઘણા તો કોઈ કામના પણ નથી હોતા તો બસ એટલો સપોર્ટ કરજો કે તમે આ 3 મિનિટના જે વિડિઓ છે એ પુરા જુઓ. આજે અમે તમારી માટે શિયાળામાં ભરપૂર અને ફ્રેશ મળતી તુવેર અને રીંગણનું શાક બનાવવા માટેની સરળ રેસિપી લાવ્યા છે.
સૌથી પહેલા માર્કેટમાંથી ફ્રેશ તુવેર લાવી પડશે અને લાંબા રીંગણ મળે છે બ્લેક એ લાવવાના રહેશે. તુવેર ફોલવા જેટલી મહેનત પણ કરવી પડશે અને રીંગણ લાંબા કાળા એટલા માટે લેવા કેમ કે એ રીંગણને ચઢાવવા બહુ સરળ છે. તેમાં પાણી ઉમેરવાની જરૂરત નહિ રહે. હવે શાક બનાવવા માટે પહેલા એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી દેવું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં અજમો ઉમેરો.
પછી લસણ અને મરચાને વાટીને ઉમેરો. લસણ થોડું કડક જેવું થાય એટલે થોડી હિંગ ઉમેરો. પછી તેમાં રીંગણ ઉમેરવા. રીંગણ ઉમેરીને પછી તેમાં તુવેરના ફ્રેશ દાણા ઉમેરવા. હવે આ શાક માટે મસાલા કરીશું. શાકમાં પાણી ઉમેરવાની જરૂરત નથી પાણી ઉમેર્યા વગર જ આ શાક ચઢવા દેવાનું છે. હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું પાવડર, મીઠું, ગરમ મસાલો, હળદર ઉમેરો. બધું મિક્સ કરીને તેને ધીમા ગેસ પર ચઢવા દેવાનું છે. ગેસ ધીમો રાખીને ડીશ ઢાંકી રાખવી.
થોડીવારમાં જ શાકમાંથી તેલ છૂટું પડશે એટલે તમે સમજી જાવ કે શાક તૈયાર થઇ ગયું છે. શાક બની જાય પછી તેમાં દળેલી ખાંડ નાખવાની રહેશે. ખાંડ નાખવાથી શું ફાયદો થશે એ તમે વિડીઓમાં સાંભળી શકશો. એકવાર વિડિઓ જરૂર જોજો કેમ કે ફક્ત 3 મિનિટનો જ છે. અહીંયા સાથે નીચે વિડિઓ મુકું છું.
વિડિઓ રેસિપી: