કાચબાની વીંટી પહેરતા પહેલા ખાસ ધ્યાન રાખો આ બાબતો.

આજકાલ લોકો કાચબાની વીંટી બહુ પહેરતા હોય છે. મોટાભાગના લોકોના હાથમાં આ વીંટી તો તમને જોવા મળશે જ. આવું એટલા માટે કેમ કે કાચબાની વીંટી જોવામાં ખૂબ આકર્ષક લાગતી હોય છે, સાથે આ ધન અને સમૃધ્ધિને પણ આકર્ષે છે. ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગસૂઈમાં જે રીતે લાફિંગ બુધધા, ત્રણ પગવાળો કાચબો અને ચીની સિક્કાઓનું મહત્વ જણાવ્યું છે એવી જ રીતે કાચબાની વીંટીનું પણ ખૂબ મહત્વ છે.

એવું કહેવાય છે કે કાચબાના આકારની વીંટી પહેરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. જે કોઈ કાચબાની વીંટી પહેરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આવા લોકોના જીવનમાં ક્યારેય પૈસા અને ભોજનની કમી નથી હોતી. તો ચાલો આજે જાણીએ કાચબાની વીંટી પહેરવાની સાચી રીત અને તેને પહેરવાના ફાયદા વિશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તેની આસપાસ સકારાત્મક ઉર્જા રહે છે. ભારતીય જ્યોતિષમાં કાચબાને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેને પહેરવાથી ઘરમાં ધન અને સુખ-સમૃદ્ધિ આવે છે.

એવું માનવામાં આવે છે કે જે કોઈ કાચબાની વીંટી પહેરે છે, તેના જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ સાથે આર્થિક સંકડામણ પણ દૂર થાય છે. આ સિવાય કાચબાને શાંતિ અને ધૈર્યનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેની વીંટી પહેરવાથી માણસને ધીરજ અને શાંતિ મળે છે.

એવું માનવામાં આવે છે કે કાચબાની વીંટી ચાંદીની ધાતુમાંથી જ બનાવવી જોઈએ તો જ તેના શુભ પરિણામો જોવા મળે છે. સાથે જ આ વીંટી જમણા હાથમાં જ પહેરવી જોઈએ. તેને ડાબા હાથમાં ધારણ કરવાથી તેનો લાભ મળતો નથી.

કાચબાની વીંટી જમણા હાથની તર્જની અને મધ્ય આંગળીમાં પહેરવી જોઈએ. તેને પહેરતી વખતે ધ્યાન રાખો કે તેનું માથું તમારી તરફ હોય. આ પૈસા આકર્ષે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કાચબાનો ચહેરો બહાર હોય ત્યારે પૈસા ખર્ચવાની સંભાવના હોય છે.

error: Content is protected !!