લાંબા સમય સુધી સ્વસ્થ અને ફિટ રહેવા માંગો છો? અપનાવો આયુર્વેદિક ડાયટ.
શરીરને તદુંરસ્ત અને ફિટ રાખવા માટે સૌથી જરૂરી કોઈ વસ્તુ હોય તો એ છે ડાયટ. સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાનું પૌષ્ટિક હોવું બહુ જરૂરી છે. આયુર્વેદના અનુસાર, સ્વસ્થ શરીરનો વિકાસ પોષણ યુક્ત આહારથી થાય છે. આજકાલ લોકો અનહેલ્ધી ડાયટ ફોલો કરતા હોય છે. જેના લીધે શરીરને ઘણા પ્રકારની સમસ્યા થાય છે.
અનહેલ્ઘી અથવા એક જ પ્રકારની વસ્તુ ખાવાની જગ્યાએ પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મિનરલ્સ અને કેલરીથી ભરપૂર આહાર તમારી ડાયટમાં સામેલ કરવો. આ પ્રકારની ડાયટથી શરીરમાં બદલાતા હોર્મોન્સ સંતુલિત રહે છે. આજે અમે તમને કેટલીક આયુર્વેદીક ટિપ્સ આપીશું, જેનાથી તમે કોઈ પણ દવા વગર સ્વસ્થ રહી શકો છો. તો જાણો, નિરોગી અને સ્વ્સ્થ રહેવા માટેના આયુર્વેદીક ડાયટ વિશે
– પોષણ યુક્ત આહાર
પોતાની ડાયટમાં વધારેમાં વધારે તાજા ફ્રુટ અને શાકભાજી સામેલ કરવા. સ્વસ્થ રહેવા માટે વાસી ખોરાક ક્યારેય પણ ન ખાવો જોઈએ. કેમ કે, આ પ્રકારનું ભોજન જલ્દી પચતુ નથી જેના લીધે તમને પેટ સંબંઘી સમસ્યાઓ થઈ શકે છે. તે સિવાય મેંદાની જગ્યાએ આખા અનાજનું વધારે સેવન કરવું.
– બેલેન્સ ડાયટ પ્લાન
બીમારીનું સૌથી મોટું કારણ મોટાપા છે, જે ઓવરઈટિંગનું કારણ પણ હોય છે. એટલાં માટે સ્વસ્થ અને મોટાપાથી બચવા માટે બેલેન્સ ડાયટ પ્લાન બનાવો. આયુર્વેદ અનુસાર, પોતાના ડાયટમાં માત્ર તેજ મસાલાની જગ્યાએ મીઠી, નમકીન, ખાટુ અને તીખું ભોજન સામેલ કરવું જોઈએ. તેનાથી ખોરાક એકદમ બેલેન્સ થઈ જશે અને પેટ ભારે લાગશે. તેથી તમને સ્નેકશ ખાવાની ઈચ્છા નહીં થાય અને ઓવગઈટિગથી પણ બચી શકો છો.
-શાકભાજી અને ફ્રુટનું સેવન કરવું
અલગ અલગ કલરના ફ્રુટ અને શાકભાજીમાં દરેક પ્રકારના પોષક તત્ત્તવો હોય છે, જે શરીર માટે બહુ જરૂરી છે. એટલા માટે તમારી ડાયટમાં સફરજન, ટામેટા, રાસબરી, લાલ જામફળ, ચેરી, સ્ટ્રોબેરી, તરબૂચ અને કાકડીનું સેવન કરવું. તેમા રહેલાં એન્ટીઓક્સીડેન્ટસ અને વિટામિન તમને સ્વસ્થ રાખવાની સાથે સાથે આંખો, હાડકા અને દાંત માટે પણ બહુ લાભકારી છે.
-કાચી વસ્તુનું સેવન
કાચી વસ્તુ એવી હોય છે, જેને બનાવાથી તેમાં રહેલાં જરૂરી પોષક તત્ત્તવોનો નાશ થાય છે. આયુર્વેદ ડાયટ અનુસાર, કાચી શાકભાજી ખાવાથી પેટ એકદમ ફિટ રહે છે અને પાચનક્રિયા મજબૂત રહે છે. આયુર્વેદ અનુસાર, દરેક વ્યક્તિએ વરાળથી રાંધેલા ખોરાકનું ભોજન કરવું જોઈએ. તે સિવાય લંચમાં સલાડનું સેવન જરૂરથી કરવું તે તમને એકદમ ફિટ અને સ્વસ્થ રાખે છે.
– મસાલાનો ઓછો ઉપયોગ કરવો
જો તમે લાંબા સમય સુધી હૃદયની બીમારીથી બચવા માંગતા હોવ તો ખાવામં મસાલાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. વધારે મસાલા વાળો ખોરાક પચવામાં ભારે પડે છે અને તેનાથી હૃદય સંબંધી સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.
-ચાવીનો ભોજન કરવું
અત્યારની ભાગદોડની લાઈફમાં લોકોને દરેક કામની એટલી જલ્દી હોય છે કે તેઓ ભોજન પણ ચાવીને નથી ખાતા હોતા. પરંતુ શું તમે જાણો છો આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાવીને ભોજન ન ખાવાથી તેની અસર આંતરડા પર પડે છે, જેના કારણે તમારા આંતરડા કમજોર થવા લાગે છે. તેવામાં તમને ઘણી ગંભીર બીમારી પણ થવાની સંભાવનાં વધી જાય છે.
-વધારે પાણી પીવું
ગરમીમાં શરીરને ફ્રેશ રાખવા માટે અને ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારેમાં વધારે પાણી પીવું બહુ જરૂરી છે. તે સિવાય દિવસમાં 1-2 વખત ગરમ પાણી જરૂરથી પીવું જોઈએ. કેમ કે, તે શરીરના ઝેરી તત્ત્તવોને બહાર નીકાળવામાં મદદ કરે છે. તે સિવાય સ્વસ્થ રહેવા માટે, કેફીન, સોડા, દારૂ અને કાર્બોહાઈડ્રાઈટથી દૂર રહેવું.