તડકા ઇડલી – હવે જ્યારે પણ ઇડલી ખાતા ઇડલી વધારે બની જાય તો આ રીતે નાસ્તો બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે.

વ્યક્તિ કોઈપણ હોય ભૂખ દરેકને લાગતી હોય છે અને જીભના ચટાકા પણ લગભગ બધાને હોય જ છે. બધાને ટેસ્ટી અને અવનવું ખાવાનું પસંદ હોય છે. એમાંથી આપણાં બૉલીવુડના સ્ટાર્સ પણ કાઇ બાકાત નથી. બૉલીવુડના બધા જ સ્ટાર્સ ખાવાના ખૂબ શોખીન છે. તેમાં એક છે સ્લિમ ફિટ એવી શિલ્પા શેટ્ટી. તમને તેનું ફિગર જોઈને લાગતું હશે કે તે ખૂબ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરતી હશે.

જો કે વાત સાચી પણ છે તે પોતાની હેલ્થ સારી રાખવા અને પોતાને ફિટ રાખવા માટે તે સ્પેશિયલ ડાયટ ફોલો કરતી હોય છે અને સાથે જ તે દરરોજ યોગા અને કસરત પણ કરતી હોય છે. તમે પણ સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીના ઘણા વિડીયો જોયા હશે જેમાં તે કસરત અને યોગા કરતાં દેખાતી હોય છે. પણ આજે અમે વાત કરવાના છીએ શિલ્પા શેટ્ટીના હાથે બનેલ ટેસ્ટી મસાલેદાર ઇડલીની.

શિલ્પા પોતાના સોશિયલ મીડિયા પર ઘણીવાર અવનવી વાનગીઓના વિડીયો શેર કરતી હોય છે. આજે આપણે શીખીશું શિલ્પા શેટ્ટીના હાથે બનેલ એક હેલ્થી ફૂડ. નાસ્તામાં આ ઇડલી ખાશો તો મન પણ ખુશ થઈ જશે અને પેટ પણ ભરાઈ જશે. તો ચાલો જોઈ લઈએ આ સરળ અને પરફેટક રેસીપી.

તડકા ઇડલી બનાવવા માટેની સામગ્રી.

  • બટર
  • સૂકું લાલ મરચું
  • રાઈ
  • હળદર
  • ધાણાજીરું
  • લાલ મરચું
  • ઇડલી
  • મીઠું
  • મરી પાવડર
  • ધાણા

તડકા ઇડલી બનાવવા માટેની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.

1. સૌથી પહેલા જો તમે નાની નાની ઇડલી બનાવેલ છે એક બાઇટમાં લઈ શકાય એવી તો તેમાં કોઈપણ ફેરબદલ કરવાનો નથી. પણ જો તમારી બનાવેલ ઇડલી મોટી છે તો તેના નાના નાના ટુકડા કરી લેવા.

2. હવે ઇડલી વઘરવાના પેનમાં બટર લેવું. તમે ઈચ્છો તો બટર અને તેલ પણ મિક્સ કરી શકો.

3. હવે બટર ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ ઉમેરવી, આ સાથે તમે ફ્રેશ મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં પણ ઉમેરી શકો.

4. હવે આપણે તેમાં કેટલાક મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું ઉમેરવું. આ બધુ બટરમાં શેકી લો.

5. હવે ટુકડા કરેલ ઇડલી કે પછી નાની બનાવેલ ઇડલી આમાં ઉમેરી લો.

6. હવે ઇડલી અને બધો મસાલો બરાબર મિક્સ કરી લેવો.

7. મીઠું ઉમેરવાનું છે હવેના સ્ટેપમાં પણ ધ્યાન રાખવું કે ઇડલી બનાવવા સમયે જો મીઠું ઉમેર્યું હોય તો મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવું. હવે મસાલા જેટલું મીઠું ઉમેરવું.

8. હવે આ મિશ્રણમાં થોડો મરી પાવડર ઉમેરવો. આ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો તમે ઇગ્નોર કરી શકો છો.

9. હવે રેડી થયેલ ઇડલી પર થોડું બટર મૂકો યાદ રાખો ગરમ હોય ત્યારે જ બટર ઉમેરવું જેથી ઓગળી જાય અને ફ્લેવર મસ્ત આવે.

10. આ તડકા ઇડલી તૈયાર થઈ ગઈ છે જેને તમે સોસ, કેચઅપ, નારિયળ ચટણી કે પછી સેઝવાન ચટણી સાથે પણ ખાઈ શકો છો.

વિડીયો રેસીપી :

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

error: Content is protected !!