સુર્ય દેવની દિવ્ય ઘોડા સાથે જોડાયેલ આ વાત તમે નહીં જાણતા હોવ.

સુર્ય આપણાં બ્રહ્માંડના સૌથી ઊર્જાવાન માનવામાં આવે છે. વિજ્ઞાન હોય કે પછી ધાર્મિક કથા. બધા આ માનએ છે કે સુર્યની ઉર્જા અપાર છે. તેઓ આકહી દુનિયાને રોશની આપે છે. સનાતન ધર્મગ્રંથોમાં તો સુર્યની ઉત્પતિ અને તેમના માતા પિતા વિષે પણ લખવામાં આવ્યું છે. ધર્મગ્રંથ પ્રમાણે પૃથ્વી સુર્યના ચક્કર નથી લગાવતી પણ સુર્ય પોતે એ એક દિવ્ય રથ પર સવાર હોય છે જેમની ગતિ ખૂબ ફાસ્ટ હોય છે.

ઋગવેદમાં કહેવામાં આવ્યું છે કે ‘सप्तयुज्जंति रथमेकचक्रमेको अश्वोवहति सप्तनामा’ એટલે કે સુર્ય ચક્ર વાળા રથ પર સવાર હોય છે, જેને 7 નામવાળા ઘોડા ખેંચતા હોય છે. સુર્યરથમાં લગાવવામાં આવેલ ઘોડાના નામ, ‘ગાયત્રી, વૃહતિ, ઉશનિક, જગતિ, ત્રિષ્ટુપ, અનુષટુપ અને પંક્તિ છે.

પંડિત રામચંદ્ર જોશી જણાવે છે કે સુર્યની ઉત્પતિ વિષે કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિના બ્રહ્માજીના ઘણા માનસ પુત્રો પ્રગટ કર્યા, જેમાંથી એક પુત્ર મરિચ હતા. મરિચના પુત્ર મહર્ષિ કશ્યપ થયા. કશ્યપના લગ્ન પ્રજાપતિ દક્ષની કન્યા દિતી અને અદિતી સાથે થયા.

અદિતીથી સુર્ય સહિત દેવતાઓએ જન્મ લીધો. આ પ્રકારે સુર્યના પિતાનું નામ મહર્ષિ કશ્યપ અને માતાનું નામ અદિતી છે. અદિતીના પુત્રોને આદિત્ય કહેવામાં આવ્યા છે. એટલે સુર્યના સામાનઅર્થીમાં શબ્દ આદિત્ય પણ આવે છે. પુરાણોમાં એ પણ ઉલ્લેખ મળે છે કે સુર્ય રથમાં બેસવાનું સ્થાન છત્રીસ લાખ યોજન લાંબો છે.

સુર્ય રથને અરુણ નામનો સારથિ ચલાવે છે અરુણનો જન્મ વિનીતાથી થયો હતો. અરુણ પક્ષીરાજ ગરુડના મોટા ભાઈ છે. અરુણ અને ગરુડની માતા વિનિતા અને પિતા મહર્ષિ કશ્યપ છે. ધર્મ ગ્રંથ પ્રમાણે અરુણની બે સંતાન છે જટાયું અને સંપાતી. જટાયુંએ જ માતા સીતાનું હરણ કરી રહેલ રાવણ સાથે યુધ્ધ કર્યું હતું અને સંપાતીએ વાનરોને લંકાનો રસ્તો બતાવ્યો હતો.

error: Content is protected !!