એન્જિનિયરિંગની નોકરી છોડી અને તૈયારી કર્યા વગર બની ગઈ IAS ઓફિસર.

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાની મહેનતથી ઘણી મોટી મોટી કંપનીઓ ઊભી કરી દે છે. તો ઘણા લોકો એવા છે જેઓ સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પણ પાસ કરે છે. યુપીએસસી પરીક્ષા આપણાં દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. તેને પાસ કરવી એટલી બધી સરળ નથી હોતી. તેણી માટે બધાની પોત પોતાની પ્લાનિંગ હોય છે.

ઘણા લોકો માનતા હોય છે કે IAS બનવા માટે બધુ છોડીને ફક્ત ભણવું જ પડે છે અને તેના પર જ ધ્યાન આપવામાં આવે છે. કોઈપણ કોચિંગ વગર કે કોઈપણના માર્ગદર્શન વગર આ પરીક્ષા પાસ કરવી બહુ મુશ્કેલ છે. પણ IAS સર્જના યાદવએ આ અઘરી પરીક્ષાને પોતાની જાતે તૈયારી કરીને પાસ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તો સર્જના યાદવએ દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીથી એન્જિનિયરિંગ ભણેલ છે.

ગ્રેજ્યુએશન કરવા પછી સર્જના યાદવની ટીઆરએઆઈમાં રિસર્ચ ઓફિસર તરીકે કામ કરવા લાગે છે. તેણે ફૂલ ટાઈમ નોકરી સાથે યુપીએસસીની તૈયારી શરૂ કરે છે પણ પરીક્ષા પછી પણ સર્જનાને અસફળતા મળે છે.

જ્યારે કોઈ વ્યક્તિ બેન્ક એકાઉન્ટમાં મહિનાનો પગાર લઈ રહ્યો હોય તો તેના માટે તે નોકરી છોડવી બહુ મુશ્કેલ હોય છે. સર્જના યાદવએ પોતાના નામ આગળ IAS લખેલ હોવાનું સપનું હતું. તે સપનું તે કોઈપણ રીતે પૂરું કરવા માંગતી હટી.

સર્જના યાદવએ વર્ષ 2018માં પોતાની નોકરી છોડી દીધી અને UPSCની તૈયારી કરવા લાગી ગઈ. ખાસ વાત એ હતી કે સર્જના યાદવએ કોઈપણ કોચિંગ વગર જાતે તૈયારી કરી. વર્ષ 2019,આ સર્જના યાદવની મહેનત રંગ લાવી તેણે ઓલ ઈન્ડિયા લેવલમાં 126 રેન્ક મેળવ્યો.

UPSCની તૈયારી કરવાવાળા ઉમેદવારોને સર્જના કહે છે કે વધારે પુસ્તકો વાંચવાને બદલે ઉમેદવારોએ અમુક પુસ્તકો વાંચવી જોઈએ. ઉમેદવારએ એ પુસ્તકો વારંવાર વાંચવી જોઈએ. સર્જના કહે છે કે ગૂગલ પર વિષયની જાણકારી, વિડીયો અને ઘણા ક્લાસ મળી જાય છે. તેનાથી મનમાં કોઈપણ ડાઉટ રહેશે નહીં.

error: Content is protected !!