એક સમયએ પિતા રોડ પર રિક્ષા ચલાવતા હતા, દીકરો બન્યો પાયલોટ હવે ઊડે છે પ્લેનમાં.
જો તમારી ઈચ્છાશક્તિ મજબૂત છે અને તમે એકવાર કશું કરવા માટે વિચારી લો છો તો તમે કોઈપણ કામ કરી શકો છો. આજે અમે એવા જ એક વ્યક્તિની કહાની તમારા માટે લઈને આવ્યા છીએ. આજે વાત કરીશું નાગપુરના શ્રીકાંતની. જેણે પોતાના સ્કૂલના સમયમાં ડિલિવરી બોયનું કામ શરૂ કર્યું અને રિક્ષા પણ ચલાવી હતી.
પણ શ્રીકાંત એ હાર માની નહીં. દરેક અઘરી પરિસ્થિતિનો તેણે સામનો કર્યો અને પછી ખૂબ મહેનતથી તેણે પોતાનું પાયલોટ બનવાનું સપનું પૂરું કર્યું. ચાલો તમને જણાવી દઈએ તેમની સફળતાની કહાની.
શ્રીકાંતનો જન્મ નાગપુરમાં ખૂબ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ ખૂબ ગરબીમાં પસાર થયું હતું. શ્રીકાંતના પિતા ચોકીદારીનું કામ કરતાં હતા જેના પગારમાંથી ઘર પણ ચલાવવાનું અને બાળકોના ભણવાના ખર્ચ પણ ઉઠાવવા પડતાં હતા. શ્રીકાંત પહેલાથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તે મોટો થઈને કશુંક બનવા માંગતો હતો.
પણ પિતાની કમાણીથી બધુ મેનેજ કરવું બહુ મુશ્કેલ થતું હતું. એવી પરિસ્થિતિમાં ભણવા માટે વધારે ખર્ચ કરવો પિતા માટે બહુ અઘરું હતું. પરિવારની પરિસ્થિતિ સારી નહોતી પણ તેમ છતાં પણ શ્રીકાંતએ હાર માનતો નથી.
શ્રીકાંત જેમ જેમ મોટો થતો ગયો પરિવારની આર્થિક તંગીથી પરેશાન થવા લાગે છે, પૈસાની કમીને લીધે તેણે સ્કૂલમાં ભણતા ની સાથે ડિલિવરી બોયની પાર્ટ ટાઈમ નોકરી કરવાની શરૂઆત તેણે કરી દીધી. પણ સ્કૂલનું ભણવાનું પૂરું થયા પછી તેની મુશ્કેલીમાં વધારો થાય છે. તેને ભણવાનું અને પરિવાર આ બંનેમાંથી કોઈ એક સિલેકટ કરવાનું હતું.
એવામાં શ્રીકાંતએ ભણવાનું છોડી પરિવાર માટે પૈસા કામવવાનું શરૂ કર્યું. શ્રીકાંતએ ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે રિક્ષા પણ ચલાવી હતી. પણ તેની અંદર કશું કરી બતાવવા માટેનું જુનુન હતું. તેણે પોતાને જ કશુંક કરી બતાવવા માટે પ્રોતસહન આપ્યું.
એકવાર શ્રીકાંત એરપોર્ટ પર ડિલિવરી કરવા માટે ગયો હતો ત્યારે તેણે પ્લેનને ઉડતું જોયું હતું અને તે જોયું અને પચી તેના સપના વિષે વિચાર્યું. તેણે નક્કી કરી લીધું કે તે પાયલટ બનશે, આ દરમિયાન તેની મુલાકાત ચાના મલિક સાથે થાય છે એન તે તેને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન પાયલટ સ્કોલરશીપ પ્રોગ્રામ વિષે જણાવે છે.
શ્રીકાંત સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ મધ્યપ્રદેશમાં રહેલ ફ્લાઇટ સ્કૂલમાં એડમિશન લીધું અને પ્લેન ઉડાવવા માટેની ટ્રેનિંગ લીધી. જ્યારે તેમને પૈસા કમાવવા માટે એક કંપનીમાં નોકરી કરી. હવે તેની સામે સૌથી મોટી મુશ્કેલી આંગર્જીની હતી. અહિયાં પણ તેઓ હાર માનતા નથી. તેણે પોતાની નબળાઈને તાકાત બનાવી. આ પછી તેને ફ્લાઇંગ એક્ઝામ આપી અને તે ક્લિયર કરીને ઇંડિગો એરલાઇન્સ કંપનીમાં પાયલટ તરીકે નોકરી જોઇન કરી.