સોનમ કપૂરે શેર કર્યા પોતાના ડ્રિમ હોમના 10 ફોટા, જોઈને તમે પણ કહી ઉઠશો વાહ કેટલું આલિશાન ઘર છે..

સોનમ કપૂરે શેર કર્યા એમના ડ્રિમ હોમના ફોટા, જોઈને તમે પણ કહી ઉઠશો વાહ કેટલું આલિશાન ઘર છે.

અનિલ કપૂરની લાડકી દીકરી અને બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર એમના પતિ આનંદ આહુજા સાથે એક હેપી મેરિડ લાઈફ જીવી રહી છે. સોનમ કપૂર ઘણીવાર આનંદ સાથેનાં એમના રોમેન્ટિક અને કોઝી ફોટા એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. હવે હાલમાં એક્ટ્રેસે એમના અને પતિ આનંદ આહુજાના સુંદર ફ્લેટના ફોટા શેર કર્યા છે અને આ ફોટા ખૂબ જ સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor)

એક્ટ્રેસનો આ ફ્લેટ લંડનમાં છે જેને સોનમ કપૂરે એટલી સુંદરતાથી સજાવ્યો છે કે જોવાવાળા જોતા જ રહી જાય. એક્ટ્રેસના આ ફોટાને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોનમ કપૂરે આ ફ્લેટના 10 ફોટા શેર કર્યા છે.

પહેલા ફોટામાં એક્ટ્રેસ લાલ રંગના સોફા પર આરામ કરતી દેખાઈ રહી છે. બીજા ફોટામાં એક્ટ્રેસના ઘરનો લિવિંગ એરિયામાં દેખાઈ રહ્યો છે અને જોવામાં ખૂબ જ ડિસન્ટ લાગી રહ્યો છે

ત્રીજા અને ચોથા ફોટામાં એક્ટ્રેસના ઘરનો આલિશાન ડાઇનિંગ એરિયા દેખાઈ રહ્યો છે.

પાંચમા ફોટામાં સોનમ કપૂરના આ નવા ઘરની બેડરૂમ દેખાઈ રહ્યો છે જેને લાઈટ બ્લુ કલરના કોમ્બિનેશન સાથે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યો છે.

છઠ્ઠા ફોટામાં એક્ટ્રેસના ઘરનું બાથરૂમ દેખાઈ રહ્યું છે. ફોટા પરથી ખ્યાલ આવી રહ્યો છે કે એક્ટ્રેસના નવા ઘરના બાથરૂમનો લુક એકદમ વિન્ટેજ પ્રકારનો છે.

સાતમા ફોટામાં એક્ટ્રેસના ઘરનો કલાત્મક પેસેજ દેખાઈ રહ્યો છે જ્યારે આઠમા ફોટામાં ઘણી બધી પેઇન્ટિંગસ દેખાઈ રહી છે.

સોનમના ઘરમાં ન ફક્ત ઇન્ટિરિયર પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે પણ એક્ટ્રેસના ઘરની દીવાલો પણ ખરેખર જોવાલાયક છે સોનમના ફ્લેટની દરેક દીવાલો પર કંઈક અલગ જોવા મળી રહ્યું છે અને એ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

સોનમ કપૂરના આ ઘરના ફોટા પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું છે કે જન્નત જેવું સુંદર. તો અન્ય એક યુઝરે લખ્યું છે ખૂબ જ સુંદર ફોટા. ફક્ત ફેન્સ જ નહીં સેલેબ્સ પણ સોનમ કપૂરની આ પોસ્ટ લાઈક કરી રહ્યા છે.

તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!