વ્યક્તિ ભૂખ્યો ના સુવે તેની માટે આ વ્યક્તિ ખવડાવે છે દરરોજ એક રૂપિયામાં.

દુનિયામાં એવા ઘણા સારા લોકો પણ છે જેમનામાં હજી પણ માણસાઈ જીવે છે અને તેઓ ગરીબ લોકો માટે કામ કરતાં હોય છે જેથી કોઈપણ ગરીબ કે પછી જરૂરિયાત હોય એવો વ્યક્તિ ભૂખ્યો ના રહી જાય. આજે આ લેખમાં તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવી રહ્યા છે જે ફક્ત એક રૂપિયામાં ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવી રહ્યો છે.

આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ તે દિલ્હીના પરવીન કુમાર ગોયલ છે, જે ગરીબ લોકો માટે મસીહા બનીને આવ્યા છે. 51 વર્ષીય પરવીન કુમાર ગોયલ દરરોજ શ્યામ રસોઈ નામે લોકોને બનાવેલ જમવાનું જમાડે છે, જેથી ગરીબ લોકોને ભોજન મળી શકે, જેના દ્વારા ગરીબોને માત્ર 1 રૂપિયામાં પૂરતું ભોજન આપવામાં આવે છે.

પ્રવીણ કુમાર ગોયલ દ્વારા નાગલોઈના ભુટ્ટો ગલીમાં શ્યામ રસોઈ નામની જગ્યા ખુલ્લી મૂકે છે જે સવારે 11 થી બપોર 1 વાગ્યા સુધી ખૂલી રહે છે. અહિયાં આવનાર દરેક લોકોને ફક્ત 1 રૂપિયામાં ખાવા માટે આખી થાળી ભરીને ભોજન આપવામાં આવે છે. શ્યામ રસોઈના ત્યાં ફક્ત ગરીબ જ નહીં પણ દરેક વર્ગના લોકો લાઇનમાં ઊભા રહીને ભોજન લેતા હોય છે.

આ વ્યક્તિ છેલ્લા બે મહિનાથી શ્યામ રસોઈ ચલાવે છે. તે જણાવે છે અહિયાં તેઓ 1000 થી 1100 લોકોને જમાડે છે અને ત્રણ ઈ-રિક્ષા દ્વારા તે ઇન્દ્રપુરી, સાઈ મંદિર જેવા આસપાસના એરિયામાં પાર્સલ પણ મોકલે છે. શ્યામ રસોઈમાં દિલ્હીના લગભગ 2000 લોકો ભોજન લે છે.

પરવીન કુમાર ગોયલનું કહેવું છે કે ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે અને કરિયાણું પણ દાનમાં આપ્યા છે જેથી તે આ રસોડું સરળતાથી ચલાવી શકે. પરવીન કુમાર ગોયલના કહેવા પ્રમાણે, અમને લોકો પાસેથી દાન મળે છે. ગઈકાલે એક વૃદ્ધ મહિલા આવી અને અમને રાશન આપીને ગઈ.

આ રીતે આઉક લોકો ઘઉ આપે છે. અમે છેલ્લા બે મહિનાથી આ રસોઈ ચલાવી રહ્યા છે. ખાવાની વસ્તુ સિવાય અમે ડિજિટલ પેમેન્ટ પણ લોકો મોકલે છે. અમારી પાસે સાત દિવસ હજી ચાલે એવી ક્ષમતા છે, સાથે હું બધાને વિનંતી કરું છું કે તેઓ કરિયાના માટે મદદ કરે. જેથી તેઓ પોતાની આ સેવા શરૂ રાખી શકે.

તમને જણાવી દઈએ કે હાલમાં પરવીન કુમાર ગોયલની સાથે છ મદદગારો છે, જેમને તે દરરોજના 300-400 રૂપિયા ચૂકવે છે, જ્યારે કેટલાક સ્થાનિક અને કોલેજના વિદ્યાર્થીઓ તેમની મદદ કરવા આવે છે. અગાઉ પ્લેટ દીઠ કિંમત ₹10 હતી પરંતુ છેલ્લા 2 મહિનાથી વધુ લોકોને આકર્ષવા માટે તે ઘટાડીને ₹1 કરવામાં આવી હતી. આ કામ માટે એક બિઝનેસમેન રણજીત સિંહે આ દુકાન પરવીન કુમાર ગોયલને આપી છે.

error: Content is protected !!