શુક્રનું રાશિ પરિવર્તન 6 રાશિના જાતકો માટે રહેશે શુભ.

નવગ્રહમાંથી એક અને અતિ મહત્વના ગ્રહ શુક્રએ ગુરુવારએ રાશિ પરિવર્તન કરશે. બપોરના સમયે શુક્રએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર 1 મહિના સુધી રહેશે.

સિંહ રાશિમાં શુક્રના પ્રવેશથી મંગળ અને કેતૂ સાથે તેનો સડાષ્ટક સંબંધ બનશે. ગ્રહોના આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં નથી આવતો.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રના આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર પણ થશે.

આ અસર શુભ હશે કે અશુભ તે પણ જણાવી દઈએ તમને.

મેષ : આ રાશિના પાંચમાં ભાવમાં શુક્ર ગોચર કરશે. આ સમય પ્રેમ સંબંધો માટે સારો સાબિત થાશે.

દાંપત્યજીવનમાં મધુરતા આવશે. આ સમયમાં ધનની બચત કરવામાં પણ સફળતા મળશે. આવકમાં વધારો થશે.

વૃષભ : આ રાશિના જાતકોની કુંડળીમાં ચોથા ભાવમાં શુક્રનું ગોચર છે. આ ગોચર લવ લાઈફને સુધારનાર સાબિત થશે.

મિત્રો સાથે સારો સમય પસાર કરી શકો તેવા યોગ સર્જાય છે. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મિથુન : શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે સકારાત્મક અસર કરનાર હશે.

સુખ-સુવિધા વધશે અને ખર્ચ પણ થશે. પરીવારના સભ્યો સાથે વેકેશન પર પણ જઈ શકો છો.

આ સમય દરમિયાન વિદેશ જવાનું નક્કી પણ થઈ શકે છે. જીવનમાં નવા સંબંધની શરૂઆત પણ થઈ શકે છે. જીવનસાથીથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કર્ક : શુક્ર આ રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન આપને નાણાકિય લાભ થઈ શકે છે. મિલકત સંબંધિત અનેક લાભ તમને થશે. પરીવામાં કોઈ પ્રસંગ ઉજવાઈ શકે છે.

પ્રેમ સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે. લાંબા સમયથી જે ઈચ્છા પૂરી થવાની રાહ જોતા હશો તો તે પૂરી થઈ શકે છે.

સિંહ : શુક્ર આ રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી આગામી સમય આ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.

સિંહ રાશિના જાતકો માટે આ પ્રગતિનો સમય સાબિત થશે. શુભ સમાચાર મળી શકે છે. જો લગ્નજીવનમાં સમસ્યા હશે તો તે પણ દૂર થશે.

કન્યા : આ રાશિના બારમાં સ્થાનમાં શુક્ર ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયા ખર્ચમાં વધારો થશે. જો કે કાર્યક્ષેત્રમાં નવી તક પ્રાપ્ત થશે વિદેશ જવાનો વિચાર પણ કરી શકો છો.

સમાજમાં નામના વધી શકે છે. ભાગ્યનો સાથ મળશે અને પરિસ્થિતી તમને અનુકૂળ રહેશે.

તુલા : શુક્રના પરિવર્તનથી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. આગામી એક માસ દરમિયાન અચાનક ધન લાભ થઈ શકે છે.

દાંપત્યજીવનમાં મધુરતા છવાશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો સાબિત થશે.

વૃશ્ચિક : શુક્ર તમારી રાશિના દસમાં ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન જીવનમાં કોઈ વિશેષ પરિવર્તન થઈ શકે છે.

તમામ સ્થિતી સામાન્ય રહેશે. સમાજમાં આ રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવું.

ધન : શુક્ર આ રાશિના નવમાં ભાવમાં ગોચર કરે છે તેથી વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું. આધ્યામ તરફ ઝુકાવ વધશે.

શુક્રના આ પરિવર્તનથી વૈવાહિક જીવનમાં સુખ વધશે. યાત્રા પણ આ સમય દરમિયાન થઈ શકે છે.

મકર : આ ગોચર રાશિના આઠમાં ભાવમાં થયો છે. તેનાથી આવકના સાધન વધશે. વિવાહિત લોકોના જીવનમાં સુખ આવશે.

કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે તાલમેલ રહે તેવા પ્રયત્ન કરવા.

કુંભ : શુક્ર આ રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરશે જે મિશ્ર ફળદાયી સાબિત થશે. આ રાશિના લગ્ન કરી ચુકેલા લોકોના જીવનમાં ખુશીઓ છવાયેલી રહેશે.

આ સમયમાં શત્રુઓ પરાસ્ત થશે અને સંતાન બાબતે સુખ સમાચાર મળી શકે છે.

મીન : શુક્ર આ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. આ ગોચર લાભકારક સાબિત થાય છે.

આ સમય ઉર્જા આપનાર હોવાથી અટકેલા કાર્યો પાર પડી શકે છે. જો કે આ સમય દરમિયાન ખર્ચ પણ વધારે પ્રમાણમાં થશે.

error: Content is protected !!