પિતા સાથે જુત્તા ચપ્પલ વેચવાનું કામ કરતો હતો, પોતાની મહેનતથી પાસ કરી યુપીએસસી પરીક્ષા.
આજે અમે તમને આ લેખ દ્વારા એક આઇએએસ ઓફિસર શુભમ ગુપ્તાની સફળતા વિષે જણાવી રહ્યા છે, તેમણે અનેક આર્થિક મુશ્કેલીઓ છતાં પણ તેમણે પોતાનું સિવિલ સેવનું સપનું પૂરું કરી બતાવ્યું. શુભમ ગુપ્તાનો આ સંઘર્ષ આપણને શીખવાડે છે કે યુપીએસસી પરિસખા પાસ કરવા માટે તમે કયા બેકગ્રાઉન્ડથી આવો છો એ મહત્વનું નથી હોતું, બસ તમારી મહેનત અને તમારી લગન જ તમને સફળતા સુધી પહોંચાડે છે.
જો કે, લોકો મોટા સપના જુએ છે, પરંતુ બધા લોકો માટે તેમના સપના સાકાર કરવા શક્ય નથી. મોટાભાગના લોકો ગરીબીને તેમના માર્ગમાં સૌથી મોટો અવરોધ માને છે. IAS શુભમ ગુપ્તા એ લોકો માટે એક ઉદાહરણ છે. મૂળ રાજસ્થાનના, શુભમ ગુપ્તાનો જન્મ 11 ઓગસ્ટ 1993ના રોજ સીકર જિલ્લાના ભુદોલી ગામમાં રહેતા એક સામાન્ય પરિવારમાં થયો હતો.
તેના પિતાનું નામ અનિલ ગુપ્તા છે, તેમણે પણ પોતાના દીકરાને એક સામાન્ય બાળકની જેમ જ મોટો કર્યો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ સારી હતી નહીં. તેઓ ચોકીદારીનું કામ કરતાં હતા અને તેનાથી તેમનું ઘર જેમ તેમ ચાલતું હતું. પણ તેમના કામને નજર લાગે છે. જ્યારે શુભમ 7 માં ધોરણમાં ભણતો હતો ત્યારે તેમના પિતાની ઇન્કમ બંધ થઈ જાય છે જેના લીધે તેમના પિતાને રાજસ્થાન છોડી મહારાષ્ટ્ર આવવું પડે છે. તેમણે અહિયાં પાલઘર જિલ્લામાં એક રસ્તા પર જૂતા ચપ્પલ વેચવા માટે દુકાન ખોલી. અહિયાં શુભમ પોતાની સ્કૂલનું ભણીને પિતાને મદદ કરવા માટે આવતો હતો.
સાંજે 4:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી આખી દુકાનની જવાબદારી શુભમના માથા પર રહેતી હતી. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ છોકરો મોટો થઈને એક દિવસ મોટો ઓફિસર બનશે. પણ શુભમે કરી બતાવ્યું અને તેણે પોતાની મહેનતથી પોતાનું ભવિષ્ય લખી નાખ્યું.
શુભમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. પરંતુ આમ હોવા છતાં, તેણે ખંતપૂર્વક અભ્યાસ કર્યો. કોઈ પણ સંજોગો સામે તેણે હાર ન માની. શુભમે કામની સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી વર્ષ 2012-15માં બીએ અને પછી એમએ કર્યા પછી, તેણે પોતાને યુપીએસસી માટે તૈયાર કર્યો. શુભમ ગુપ્તા યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં બે વખત નાપાસ થયો પરંતુ તેણે હાર માની નહીં. તે પોતાની મંઝિલ હાંસલ કરવા મક્કમ હતો.
આ પછી ત્રીજા પ્રયત્ને તેણે પરીક્ષા પાસ કરી પણ ઓલ ઈન્ડિયા લેવલે તેને 366 રેન્ક મળે છે. તેના લીધે તેને આઇએએસ સેવ નથી મળતી. છેલ્લે તેને ફરી એકવાર પ્રયત્ન કરવાનું વિચાર્યું અને ચોથા પ્રયત્નમાં તેણે ઈન્ડિયા લેવલે 6 રેન્ક મેળવ્યો અને પોતાનું આઇએએસ બનવાનું સપનું પૂરું કર્યું. શુભમનો પરિવાર તેની પર ખૂબ ગર્વ કરી રહ્યો છે. હમણાં તે મહારાષ્ટ્ર કૈડરના IAS છે.