શિવ પુરાણ પાઠ કરો ત્યારે ખાસ રાખો આ ધ્યાન, વ્યક્તિએ શિવ પુરાણ પહેલા કરવું આ ખાસ કામ.

મહાશિવરાત્રીના દિવસે મહાદેવની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે. જો આ દિવસે કોઈ દંપતી અને એમાં પણ એવા દંપતી કે જેમને સંતાનની આશા છે પણ તેમની એ ઈચ્છા પૂરી નથી થઈ રહી તેમની માટે આ દિવસે ખાસ કાર્ય કરવું જોઈએ. એક પૌરાણિક માન્યતા પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે શિવ પુરાણનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે ભાંગ-ધતૂરો, દૂધ, ચંદન, ભસ્મ જેવી ઘણી વસ્તુઓ ચઢાવવી જોઈએ. જો કોઈ દંપતીને સંતાન નથી થઈ રહ્યા તો મહાશિવરાત્રીના દિવસે શિવપુરાણનો પાઠ કરવો જોઈએ. માન્યતાઓ તો એ પણ છે કે આ દિવસે શિવ પુરાણનો પાઠ કરવાથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ થાય છે. પણ તમને જણાવી દઈએ કે શિવ પુરાણ કરતાં પહેલા અમુક ખાસ વાતો ધ્યાનમાં રાખવાની હોય છે. આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એવી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે મેળવી શકશો સંતાન સુખ.

શિવ પુરાણ પાઠ કરવાના લાભ

  • 1. શિવ પુરાણ પાઠ કરવાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે.
  • 2. શિવ પુરાણનો પાઠ કરવાથી વ્યક્તિને કોઈ ડર હોય તો તેનાથી મૂકતી મળે છે.
  • 3. આ પુરાણના પાઠ કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે.
  • 4. જો કોઈ વ્યક્તિ પોતાના પાપથી છુટકારો મેળવવા માંગે છે તો તેમને શિવ પુરાણનો પાઠ કરવાથી વધુ લાભ મળે છે.
  • 5. તો પરણિત દંપતીના જીવનમાં કોઈ મુશ્કેલી ચાલી રહી છે તો તેમને શિવ પુરાણના પાઠ કરવા જોઈએ.
  • 6. માનસિક શાંતિની પ્રાપ્તિ મેળવવા માટે પણ શિવ પુરાણના પાઠ કરવામાં આવે છે.

શિવ પુરાણના પાઠ કરતાં સમયે આ સાવધાનીઓ ખાસ રાખો.

  • 1. શિવ પુરાણને વાંચતાં પહેલા અથવા તો સાંભળતા પહેલા વ્યક્તિ તન અને મનથી સાફ હોવો જોઈએ અને તેણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
  • 2. શિવ પુરાણના પાઠ કરતાં કે પછી સાંભળતા પહેલા વ્યક્તિએ મનમાં કોઈપણ દ્વેષ ભાવ હોવો જોઈએ નહીં.
  • 3. શિવ પુરાણના પાઠ કરવાવાળા વ્યક્તિએ નિંદા અને ખોદણી કરવી જોઈએ નહીં આમ કરવાથી તેનું પુણ્ય મળતું નથી.
  • 4. શિવ પુરાણ વાંચવાવાળા વ્યક્તિએ બ્રમહચર્યાનું પાલન કરવું જોઈએ.
  • 5. શિવ પુરાણના પાઠ સંકલ્પ કર્યા પછી તામસિક ભોજન ક્યારેય કરવું જોઈએ નહીં, હમેશાં સાત્વિક ભોજન કરો.
error: Content is protected !!