ઘરના મુખ્ય દરવાજા પાસે વાવો આ છોડ, ઘર પર નહીં આવે કોઈપણ મુસીબત.

વાસ્તુશાસ્ત્રને લઈને ધાર્મિક દ્રષ્ટિકોણમાં ફૂલ છોડનું ખૂબ મહત્વ હોય છે. છોડ-વૃક્ષથી હરિયાળી આવે છે અને વાતાવરણ શુધ્ધ રહે છે. પણ અમુક છોડ અને વૃક્ષ એવા હોય છે જેમને ઘરે લગાવવાથી તે ખૂબહ શુભ માનવામાં આવે છે. તેમાંથી એક છે શમીનો છોડ. તેને જ્યોતિષદ્રષ્ટિથી પણ ખૂબ ચમત્કારિક છોડ માનવામાં આવે છે. તેમનો સંબંધ શનિ દેવ સાથે છે.

આ સાથે જ શમીનો છોડ ભગવાન શિવને પણ પ્રિય છે. જે ઘરમાં શમીનો છોડ હોય છે ત્યાં વાસ્તુ દોષથી મુક્તિ મળે છે. સાથે જ શનિની ખરાબ દ્રષ્ટિથી પણ મુક્તિ મળે છે. પણ તમને જણાવી દઈએ કે શમીનો છોડ લગાવવાથી પહેલા તેની જગ્યા અને દિશાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે આઆમ કરવામાં આવે પછી જ તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શમીના છોડને ઘરની બહાર અથવા તો મુખ્ય દ્વાર પાસે લગાવવું ખૂબ શુભ રહેશે. છોડને તમે એ રીતે લગાવજો કે જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો તો શમીનો છોડ તમારી જમણી બાજુ રહે.

જો તમે કોઈ કારણ આ દિશામાં કે ઘરની બહાર નથી લગાવી શકતા તો તમે તેને ઘરના ધાબામાં કે પછી ગેલેરીમાં પણ લગાવી શકો છો. પણ શમીના છોડને ઘરની અંદર લગાવવો જોઈએ નહીં. આ વાતનું પણ ધ્યાન રાખજો કે તમે તેને હમેશા દક્ષિણ દિશા, પૂર્વ દિશા અથવા તો ઇશાન કોણમાં જ લગાવવો જોઈએ.

શમીના છોડને શનિદેવની કૃપા મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે એટલે આ છોડને શનિવારના દિવસે વાવવો સૌથી ઉત્તમ રહેશે. આ સિવાય તમે તેને સારા પ્રસંગના દિવસે પણ લગાવી શકો છો. શમીના વૃક્ષથી તમારા ભાગ્યમાં વૃધ્ધિ થાય છે.

error: Content is protected !!