સેવરી ગ્રામ ફ્લોર ચીલા – ઘરમાં સરળતાથી મળતી સામગ્રીથી બનાવો આ ચીલા.

સેવરી ગ્રામ ફ્લોર ચીલા સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી તેમજ બનાવવામાં ખુબજ સરળ છે. ચણાના લોટમાંથી બનાવવામાં આવતા હોવાથી બાળકો અને ઉમરલાયક લોકો માટે પણ સ્વાસ્થ્ય વર્ધક છે. આ ચીલા ઘરમાંથી જ મળી રહેતા થોડા જ માસાલાઓથી ખુબજ ટેસ્ટી બની જાય છે. ખુબજ ઓછા ઓઈલથી, તેમજ જલ્દી બની જતો નાસ્તો હોવાથી બ્રેકફાસ્ટ માટે હોટ ફેવરીટ છે. અહી ગ્રામ ફ્લોર ચીલા બનાવવા માટેની ખુબજ સરળ રેસીપી અને રીત આપેલી છે જે ફોલો કરીને બધા ચોક્કસથી તમારા રસોડે ટ્રાય કરજો.

સેવરી ગ્રામ ફ્લોર ચીલા બનાવવા માટેની સામગ્રી :

  • ૨ કપ ગ્રામ ફ્લોર ( ચણાનો લોટ )
  • ૧/૨ ટી સ્પુન અજમા
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  • ૧ ટેબલ સ્પુન ગાર્લિક પેસ્ટ
  • ૨ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • ૧/૪ ટી સ્પુન હળદર પાવડર
  • ૧ ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • ૧ ટી સ્પુન મરચું પાવડર
  • સોલ્ટ સ્વાદ પ્રમાણે
  • ૨ કપ ખાટી છાશ
  • જરૂર મુજબ પાણી
  • ઓઈલ ચીલા રોસ્ટ કરવા માટે

સેવરી ચીલા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં અજમા અને ગરમ મસાલો લઈ તેના પર ચણાનો લોટ ચાળી લ્યો. ત્યારબાદ તેમાં ગાર્લિક પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર ઉમેરો.

તમારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી બધી સામગ્રી એકવાર સ્પુન વડે મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેમાં થોડી થોડી છાશ ઉમેરતા જઈ બધી સામગ્રી મિક્ષ કરીને થીક બેટર બનાવો. આ બનેલું બેટર વધારે પડતું થીક બનશે.

તેથી તેમાં થોડું પાણી ઉમેરી પોરીંગ કન્સિસ્ટન્સી થાય (વિડીઓમાં બતાવ્યા પ્રમાણે) ત્યાં સુધી હલાવતા રહી મિક્ષ કરો.

આ બેટરમાં બિલકુલ લમ્પ્સ ના રહે તેના માટે તેમાં હેન્ડ બ્લેન્ડર વડે બેટર બ્લેન્ડ કરી લ્યો. સરસ સ્મુધ બેટર રેડી થશે.

હવે મીડીયમ ફ્લેઈમ પર આયરનની તવીને ગરમ કરી તેમાં ઓઈલથી ગ્રીસ કરી તેમાં ૧ મોટો સ્પુન ( વિડીઓમાં બતાવ્યા પ્રમાણે ) ભરીને બેટર ઉમેરી તેને મોટા રાઉન્ડ શેપમાં સ્પ્રેડ કરી ચીલા – પુડલાનો શેઈપ આપો. તેને ફરતે ૧ ટી સ્પુન જેટલું ઓઈલ ઉમેરો.

ઉપરથી ચીલાનો કલર થોડો ચેન્જ થાય એટલે તેને તવેથા વડે ફ્લીપ કરી બીજી બાજુ પણ એજ રીતે રોસ્ટ કરો. ( વિડીઓમાં બતાવ્યા પ્રમાણે )૨-૩ વાર ફ્લીપ કરીને બ્રાઉન કલરની ડીઝાઈન થાય ત્યાં સુધી બન્ને બાજુ રોસ્ટ કરો.

ત્યારબાદ બરાબર કુક થઇ જાય એટલે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરો. આ રીતે બાકીના બેટરમાંથી બધા ચીલા બનાવી લ્યો.

ગરમાગરમ ચીલા પર થોડી કોથમરી અને ઓનિયન સ્પ્રીન્કલ કરી ટોમેટો સોસ, મસાલા દહી અને મસાલા લછ્છા ઓનિયન સાથે સર્વ કરો. વિન્ટર સ્પે. આ બ્રેકફાસ્ટ બધાને ખુબજ ભાવશે.

વિડિઓ :


સાભાર : શોભના વણપરિયા

યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)

દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.

error: Content is protected !!