સેવ ઉસળ – શિયાળામાં તીખું તમતમતું ખાવાનું મન થાય ત્યારે ખાસ બનાવો.
આજે આપણે બનાવીશું સેવ ઉસળ. આપણ ને રોજ રોજ સાંજે શું બનાવવું. તો તેના માટે નો એક આઈડિયા લઈ લઈએ.તો ચાલો આજે આપણે બનાવી લઈએ સેવ ઉસળ.
સામગ્રી
- સૂકા વટાણા
- ધાણાજીરું પાવડર
- લાલ મરચું પાવડર
- હીંગ
- લસણ
- ડુંગળી
- ઝીણી સેવ
- હળદર
- કોથમીર
- બાફેલા બટાકા
- ગરમ મસાલો
- મીઠું
- ટામેટા
- આદુ
રીત
સૌથી પહેલા આપણે ગરમ પાણી કરી લઈશું. હવે એક કપ સૂકા વટાણા લઈ લઈશું. અને તેને ચાર થી પાંચ કલાક માટે પલાળી લઈશું. હવે આપણે સેવ ઉસળ વઘાર કરવા માટે ત્રણ થી ચાર ચમચી તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હીંગ નાખીશું. ત્યારબાદ તેમાં થોડી ડુંગળી નાખીશું. આપણે ડુંગળી ને ગુલાબી થવા દઈશું. હવે તેમાં થોડું આદુ છીણી લઈશું.
હવે તેમાં એક ચમચી લસણ અને મરચા ની પેસ્ટ નાખીશું. આ બધું સરસ સાતળી લઈશું. આપણે સૂકા વટાણા ને બાફી લેવાના છે. અને ત્યારબાદ તેમાં ઉમેરવાના છે. હવે તેને સાતળી લઈશું. હવે ત્રણ નાના બટેકા ને બાફી લેવાના છે. હવે તેમાં બટેકા ને મેસ કરી ને એડ કરીશું. મેસ કરવાથી રસો જાડો થાય છે. હવે તેમાં થોડા મસાલા કરી લઈશું. હવે તેમાં એક ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું.ત્યારબાદ દોઢ ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.
હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું. હવે એક ચમચી ગરમ મસાલો નાખીશું. તમારે ઓછો નાખવો હોય તો નાખી શકો છો. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે જે કૂકર માં વટાણા બાફ્યા હતા.તે કૂકર માં એક ગ્લાસ પાણી લઈ તેમાં એડ કરીશું. હવે આપણે ઉકળવા દઈશું. હવે તેમાં થોડી કોથમીર નાખીશું. અને તેને ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઉકળવા લાગ્યું છે.એટલે આપણું તેલ અને મસાલો ઉપર આવી જશે. આ રીતે બનાવવાથી એકદમ ટેસ્ટી બને છે.
હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું સેવ ઉસળ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો તેને એક બાઉલ માં કાઢી લઈશું.અને તેને સર્વે કરીશું. હવે સેવ ઉસળ પર થોડી ડુંગળી નાખીશું. અને થોડું ટામેટું નાખીશું. હવે ઝીણી સેવ નાખીશું. ત્યારબાદ થોડી કોથમીર નાખીશું.અને તમે વઘારેલા મમરા પણ નાખી શકો છો. આને તમે પાઉં સાથે એમનમ પણ ખાય શકો છો.તો તમે આ રીતે ચોક્ક્સ થી ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી :