શાળામાં ભણતા બાળકોના માતા પિતા માટે ખાસ વાત.

એલા ભાઈઓ તથા તેમની બહેનો.

ધોરણ :- 1 થી 8 માં તમારા બાળકો 80-90% લઈ આવે એ કાંઈ મોટી વાત નથી. સિસ્ટમ જ એવી છે.(અમુક બાળકો ખરેખર આ % ને લાયક હોય છે.)

સાચું રિઝલ્ટ ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાથી જ ચાલુ થાય. અને તેને જ બાળકની જ્ઞાન ચકાસણીનું સાચું રિઝલ્ટ માનવાનું. હવે આવીએ મૂળ વાત ઉપર. વાલીઓ ધોરણ :- 10 સુધી બાળકોના 80-90% જોઈને એવા તો ટેવાઈ ગયા હોય છે, અને એવું જ ધારી બેસે છે કે મારો દીકરો/દીકરી બહુ જ હોશિયાર છે. પરંતુ એવું હોતું નથી. પ્રાથમિક શિક્ષણમાં અત્યારે ભરી-ભરીને ટકાવારી આપે છે.

તેમજ વાલીઓની આ ટેવ બાળકો પાસેથી વધુની અપેક્ષા રાખે છે. અને એ વધુની અપેક્ષા પુરી કરવા બાળકો શક્ય એટલી કોશિશ કરે પણ ખરા. પણ અંતે તો માણસને પોતાની કેપેસિટી મુજબ જ મળવાનું. પછી થાય ડખા.

ખાસ તો રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ દ્વારા કરાતી આત્મહત્યાના બનાવો, માતા-પિતાની વધુ અપેક્ષા પુરી ન કરી શકવાને લીધે જ થતા હોય છે. એટલે તમામ માતા-પિતાને મારી વિનંતી છે કે તમારા દીકરા-દીકરીના રિઝલ્ટ તમારા સુધી મર્યાદિત રાખો. ખોટા સોશિયલ મીડિયામાં ચગાવો નહીં.

🙏આભાર🙏

લખાણ : ✍️મેધાવી

error: Content is protected !!