શું ખરેખર સવારના સપના સાચા થાય છે? આ સંકેતથી જાણો તમારું સપનું સાચું થશે કે નહીં.
સપનાઓ એ મનમાં ચાલતા વિચાર સિવાય તમારા ભવિષ્યની ઘટનાઓ વિષે ઈશારો પણ આપતી હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સપના માટેના શુભ અને અશુભ અર્થ કહેવાય છે. અમુક સપના એવા હોય છે જેના આવવાથી જીવનમાં સુખ-સંપતિ, વૈભવ-એશ્વર્ય આવવાના સંકેત હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં સવારના આવનાર સપનાને લઈને એવું કહેવામાં આવ્યું છે કે તે સાચા થતાં હોય છે.
તમને જણાવી દઈએ કે એવું નથી કે સવારે દેખાતા સપના જ સાચા પડે, રાત્રે આવતા સપના વિષે પણ સ્વપ્ન શાસ્ત્રમાં ઘણું કહેવામાં આવ્યું છે. તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે સવારના સપના સાચા થતાં હોય છે પણ શું તમે બપોરે કે રાત્રે આવતા સપનાઓ શું સંકેત આપે છે તમને ખબર છે? શસ્ત્રોમાં અલગ અલગ સમયે આવતા સપના વિષે જાણકારી આપવામાં આવી છે. આજે આ લેખમાં અમે તમને જણાવશું કે અલગ અલગ સમયે આવતા અલગ અલગ સપના શું સંકેત આપે છે.
આવા સપના થતાં હોય છે સાચા.
1. સપના કોઈપણ સમયે આવે તેમાંથી અમુક સપના ખરેખર હકીકત થાય છે અને અમુક નથી થતાં. આપણે એવું પણ કહી શકીએ કે અમુક સપના હોય છે જે ફળ આપતા હોય છે અને અમુક સપનાઓનું કોઈ પરિણામ નથી હોતું. સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સપના દેખાવાનો સમય કહે છે કે તે હકીકતમાં બદલાશે કે નહીં.
2. રાતના 10 વાગ્યાથી 12 વચ્ચે આવેલ સપના કોઈપણ ફળ આપતા નથી. સામાન્ય રૂટે આ સપના દિવસ દરમિયાન ઘટેલ ઘટનાની મન પર જે અસર હોય છે તેના લીધે આવતા હોય છે.
3. રાતના 12 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે આવેલ સપના સાચા હોય છે પણ તે સપના પૂરા થવામાં 1 વર્ષ જેટલો સમય લાગતો હોય છે.
4. બ્રહ્મ મૂહરત એટલે કે સવારમાં 3 થી 5 વાગ્યા વચ્ચે આવેલ સપના મોટાભાગે સાચા થતાં હોય છે. આ 1 થી 3 મહિનાની વચ્ચે ફળ આપે છે.
5. બપોરે જોયેલા સપનાનો કોઈ અર્થ નથી હોતો કેમ કે તે સાચા નથી હોતા.
કેમ સાચા થતાં હોય છે સવારના સપના?
સવારનો સમય એવો સમય હોય છે જે સમયે વ્યક્તિ પોતાની આત્માની ખૂબ નજીક હોય છે. સાથે જ આ સમયે દૈવી શક્તિઓ ખૂબ સક્રિય હોય છે અને તેની અસર પૃથ્વી પર જીવિત નિર્જીવ બધી વસ્તુઓ પર પડે છે. એટલે સવારના સમયે ઊઠીને અને ભગવાનની આરાધના કરવા માટેનો સમય કહેવામાં આવે છે.
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.