શું તમે જાણો છો કે રાત્રિના ભોજનમાં શા માટે પીરસાય છે શેકેલું લસણ ?
લસણ એ ખૂબ ગુણકારી ઔષધિ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. તમે પણ ઘણીવાર ઓનલાઈન અને વડીલોના મોઢે લસણ ખાવું જ જોઈએ અને તેના કેટલા ફાયદા છે એ જાણ્યું હશે. મારા સસરા હમણાં તો અમારી સાથે નથી પણ તેમને પણ ડોક્ટરે શેકેલું લસણ ખાવાની સલાહ આપી હતી. હું તેમને દરરોજ લસણનું એક ફિલલુ શેકીને આપતી હતી.
હવે જો લસણ શેકવા માટે તમારા પાસે કોઈ જાળી કે પછી ઓવન ના હોય તો તમને એક સરળ રીત શિખવાડું. તમારે એક ફિલલુ લસણ લેવું પછી સાથે એક ચપ્પુ લેવું પછી ચપ્પુ એ લસણમાં ખોસવું અને એ લસણને ગેસ ફલેમ ધીમી રાખીને લસણને શેકવું. આ શેકેલું લસણ જો એમ જ કોઈને ભાવે છે તો તે ખાઈ શકે છે પણ જો પસંદ નથી તો પછી તેને ભોજનમાં શાક સાથે કે પછી બીજી કોઈપણ રીતે ખાઈ શકો છો. તો ચાલો હવે તમને શેકેલા લસણ વિષે રસપ્રદ અને જાણવા જેવી વાત જણાવી દઉં.
તમે અનેક ઘરમાં રાત્રિના ભોજનમાં શેકેલું લસણ પીરસાતું જોયું હશે. ક્યારેક કોઈના મહેમાન બની અને રાત્રિ ભોજનમાં શેકેલા લસણનો સ્વાદ માણ્યો પણ હશે. પરંતુ આજ સુધી તમે એ નહીં જાણતાં હોય કે રાત્રે લસણ શેકીને શા માટે ખાવામાં આવે છે. રાત્રે ભોજન સાથે થોડા ઘીમાં શેકેલું લસણ ખાવાથી અઢળક લાભ થાય છે. એટલા માટે જ તો લસણ ભોજન સાથે ખાવાની પ્રથા ખૂબ પ્રચલિત થઈ છે.
લસણ ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે તે વાત તો સૌ કોઈ જાણે છે. આયુર્વેદમાં પણ લસણ ખાવાના લાભ વિશે જણાવાયું છે. લસણ ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે. એટલા માટે જ તો લોકો લસણનો ઉપયોગ દવા તરીકે કરતાં થયા છે. તો ચાલો આજે તમે જાણો લસણને દવા તરીકે ઉપયોગમાં લેવાની વધુ એક રીત વિશે. આ રીત છે રાત્રે શેકેલું લસણ સૂતા પહેલાં ખાવાની.
- – શેકેલું લસણ ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી દૂર થાય છે.
- – શેકેલું લસણ રાત્રે ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લસણના કારણે શરીર અંદરથી મજબૂત થાય છે અને ગંભીર બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.
- – રાત્રે સૂતા પહેલા લસણ ખાવાથી હાડકાં મજબૂત થાય છે.
- – લસણમાં એન્ટી એજીંગ ગુણ પણ હોય છે.
- – હાઈ બીપીના દર્દીઓ માટે શેકેલું લસણ આશીર્વાદ સમાન છે. રોજ રાત્રે બે કળી લસણની શેકી અને તેને અચૂક ખાવી.
- – વજન ઘટાડવા માંગતાં હોય તેમણે પણ રાત્રે શેકેલું લસણ અચૂક ખાવું જોઈએ તેનાથી મેટાબોલિઝમ ઝડપથી કામ કરે છે.
- – ગર્ભવતી મહિલાઓએ પણ નિયમિત રીતે લસણ ખાવું જોઈએ. ગર્ભાવસ્થાના 3 મહિના પછી શેકેલું લસણ ખાવાથી ગર્ભસ્થ બાળક સ્વસ્થ અવતરે છે.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.
અહિયાં જણાવેલ દરેક ઉપાય અને ટીપ એ ઈન્ટરનેટ પરથી અલગ અલગ જગ્યાએ થી ભેગી કરેલ માહિતી પરથી લખેલ છે. દરેક વ્યક્તિના શરીરની રચના અને તાસીર અલગ અલગ હોય છે એવામાં દરેક વસ્તુ અને ઉપાય વ્યક્તિ પર અલગ અલગ રીતે અને સમયે અસર કરતી હોય છે. જો તમને કોઈ બીમારી કે એલર્જી છે તો અમારી સલાહ છે કે તમે કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટર કે નિષ્ણાંતની સલાહ જરૂર લો.