રીંગણનો ઓળો/રીંગણનું ભડથું – કાઠિયાવાડી પારંપરિક રીતે બનાવો.

કેમ છો મિત્રો? આજે હું શિયાળુ સ્પેશિયલ રીંગણનો ઓળો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી લઈને આવી છું. આ સાથે આ રેસિપીનો વિડિઓ પણ સાથે આપ્યો છે તો તે જરૂર જુઓ. વિડીઓમાં તમને જણાવવામાં આવ્યું છે કે રીંગણ ખરીદવા જઈએ ત્યારે તેની પસંદગી કેવીરીતે કરવી. મારી આ રેસિપી તમને પસંદ આવી હોય તો મને સપોર્ટ કરજો. મારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • લીલા મરચાં
  • મોટા રીંગણ
  • લસણ
  • આદુ
  • ટામેટા
  • લીલી ડુંગળી
  • લીલુ લસણ
  • હળદર
  • લાલ મરચું
  • ધાણા-જીરુ પાવડર
  • ગરમ મસાલો
  • મેગી મસાલો
  • મીઠું

રીત-

1-સૌથી પહેલા રીંગણને કટ કરી લઈશું.કટ કરી ને જોઈ લેવાનું કે રીંગણ ખરાબ તો નથી ને. હવે તેની અંદર નાખીશું.લસણ ની કડી તેનાથી રીંગણ છૂટું રહેશે. તેમાં રીંગણ ની સુગંધ પણ સારી આવશે. અને આ શેકેલું લસણ આપણે શાકમાં નાખીશું તો સારું લાગશે. ત્યારબાદ તેની પર થોડું તેલ લગાવી. ત્યારબાદ જારી ઉપર તેને શેકી લઈશું.

2- હવે આપણે રીંગણ ને ચારેય બાજુ ફેરવી ફેરવીને શેકી લઈશું. ત્યારબાદ ચપ્પાથી ચેક કરી લઇશું.કે રીંગણ અંદરથી શેકાયું છે કે નહીં. ત્યારબાદ રીંગણ ગરમ ગરમ હોય ત્યારે ચપ્પાથી તેની છાલ કાઢી લેવાની.

3- હવે જે આપણે રીંગણ સાથે લસણ શેક્યું હતું.તેને છોલી ને સાથે લઈ લઈશું. હવે આદુ ,લીલા મરચા અને લસણ ને મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે ત્રણ થી ચાર મોટી ચમચી તેલ લઈશું. હવે આપણું તેલ ગરમ થઇ ગયું છે. હવે જે આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી હતી તે તેલ માં એડ કરીશું.

4-હવે આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા નાખીશું. ત્યારબાદ ટામેટા શેકાય જવા આવે એટલે દોઢ સો ગ્રામ લીલી ડુંગળી ઝીણી સમારી ને એડ કરીશું. ત્યારબાદ બેથી ત્રણ ચમચી લીલુ લસણ નાખીશું.

5- હવે આપણે એક ચમચી હળદર નાંખીશું. અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ ૧ ચમચી ગરમ મસાલો નાખીશું.થોડી હિંગ નાંખી શું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે.

6- હવે આપણે જે બે રીંગણ શેક્યા હતા તેને ચમચી થી ક્રશ કરી લઈશું. હવે આપણે તેમાં એડ કરીશું. હવે મિક્સ કરી લઈશું. આપણે મીઠું છેલ્લે જ નાખવાનું જેથી આપણા શાક ની કોન્ટીટી ખબર પડે એટલે શાક ખારું ના થાય. એટલે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

7- હવે જે આપણે પેસ્ટ બનાવી હતી તે જારમાં બે-ત્રણ ચમચી પાણી નાખી તે શાકમાં મિક્ષ કરી લઈશું. હવે આપણે એક સિક્રેટ તે એડ કરીશું. અડધું પાઉંચ મેગી મસાલો નાખીશું. હવે આપણે કોથમીર નાખી શું.

8-હવે આપણું રીંગણ નું ભરથું તૈયાર થઈ ગયું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચટાકેદાર રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે. આ ખાવામાં બહુ સરસ લાગે છે તેને તમે રોટલા સાથે ખાઈ શકો છો. આ રેસિપી ને તમે ફોલો કરજો. અને ચોક્કસથી ટ્રાય કરો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!