કોઈપણ પંજાબી શાક બનાવી શકશો ફક્ત 2 જ મિનિટમાં જાણો કેવીરીતે.

આજે આપણે રેડ ગ્રેવી બનાવીશું. જે કોઈપણ પંજાબી સબ્જી તમે બનાવી શકો છો. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકો છો,જો આ ગ્રેવી રેડી હોય તો તમે ફટાફટ પંજાબી સબ્જી બનાવી શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • તેલ
  • લીલા મરચા
  • લસણ
  • આદુ
  • ડુંગળી
  • ટામેટા
  • મીઠું
  • કાજુ
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • હળદળ
  • ગરમ મસાલો
  • બટર

રીત

1- સૌથી પહેલા આપણે એક કડાઈ માં બે ચમચી તેલ લઈશું,હવે આપણે બે લીલા મરચા લઈશું,તમે તમારા ટેસ્ટ મુજબ તમે મરચા લઈ શકો છો.હવે એક થી દોઢ ઇંચ આદુ ના ટુકડા લઈ લઈશું.

2- હવે આપણે દસ થી પંદર કડી લસણ લીધું છે,હવે આપણે બે ડુંગળી લઈ લઈશું આપણે રેડ ગ્રેવી બનાવવાની હોય તો ડુંગળી થી ટામેટા ડબલ લેવાના અને ટામેટા એકદમ કડક અને લાલ લેવાના.તો આપણી ગ્રેવી સરસ રેડ કલર ની થશે.

3- હવે કડાઈ માં પહેલા લસણ એડ કરી લઈશું.હવે તેમાં બે ડુંગળી લીધી હતી તેને મોટી કટ કરી ને તેમાં એડ કરી લઈશું,હવે તેમાં આદુ અને મરચા એડ કરીશું.હવે તેને થોડી વાર સાતળી લઈશું,ત્યાર સુધી આપણે ટામેટા સમાંરી લઈશું.

4- હવે આમાં ડુંગળી એડ કરીશું,હવે ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું,હવે ડુંગળી ના ભાગ નું તેમાં મીઠું એડ કરી લઈશું.હવે આપણી ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે તો તેમાં આપણે ટામેટા એડ કરી લઈશું.

5- હવે આપણે ટામેટા ના ભાગ નું પણ મીઠું નાખી દઈશું,હવે તેમાં દસ નંગ કાજુ છે તે એડ કરી લઈશું,કાજુ નાખવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થશે,જો તમારી પાસે કાજુ ના હોય તો તેમાં બે ચમચી સીંગદાણા એડ કરી શકો છો.

6- આ સ્ટેજ પર તમે બે ચમચી મગજતરી ના બી પણ નાખી શકો છો. હવે આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું.તો તેમાં બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું, ત્યારબાદ એક નાની ચમચી હળદર નાખીશું.

7- હવે તેમાં એક ચમચી ગરમ મસાલો નાખીશું,આપણે ડુંગળી અને ટામેટા ના ભાગ નું મીઠું નાખ્યુ છે પણ થોડું ઓછું ઓછું નાખ્યું છે તો થોડું હવે મીઠું નાખીશું.જો આ રીતે મસાલા ગ્રેવી માં નાખીશું તો સરસ રીતે ભળી જશે. અને તેનો ટેસ્ટ પણ ટામેટા અને ડુંગળી માં બેસી જશે.

8- હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું,તો શાક આપણું એકદમ ટેસ્ટી બનશે હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે પણ મસાલા હમણાં જ કર્યા છે તો તેને થોડી વાર ચડવા દઈશું.

9- હવે આપણ ને કઈ રીતે ખબર પડશે કે આપણી ગ્રેવી થઈ ગઈ છે કે તમે વિડિયો માં જોઈ શકો છો કે ગ્રેવી માંથી તેલ છુટુ પડવા લાગ્યું છે.એટલે આપણી ગ્રેવી મસાલા સાથે ચડી ગઈ છે.

10- હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડું થવા દઈશું અને પછી તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે ગ્રેવી ઠંડુ થઈ ગઈ છે તો હવે મિક્સર માં ક્રશ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે તેને થોડી શેકી લઈશું.

11- તેના માટે એક કડાઈ માં બે ચમચી તેલ લઈશું,ત્યારબાદ એક ચમચી બટર નાખીશું,હવે તેમાં ગ્રેવી એડ કરી લઈશું, હવે આપણું તેલ અને બટર ગ્રેવી માં સરસ મિક્સ થઈ ગયું છે,હવે બટર અને તેલ ઉપર દેખાય ત્યાં સુધી તેને શેકી લઈશું, આ ગ્રેવી શેકતી વખતે તેના છાંટા બવ ઉડશે તો ધ્યાન રાખવાનું છે કે તેને ઢાંકી ને કુક કરી લઈશું.

12- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બટર અને તેલ થોડું થોડું ઉપર આવવા લાગ્યું છે,હવે સાઈડ માં થોડું થોડું તેલ દેખાવા લાગ્યું છે હવે આ ગ્રેવી આપણી એકદમ તૈયાર છે હવે આ ગ્રેવી ને એકદમ ઠંડી થવા દેવાની સેજ બી ગરમ ના હોવી જોઈએ અને એર ટાઈટ ડબ્બા માં ભરી ને તમે જો ફ્રીઝ માં રાખશો તો આઠ થી દસ દિવસ માટે સારી રહેશે.અને જો ફ્રીઝર માં રાખશો તો પંદર દિવસ સારી રેહશે.

13- જે લેડીસ જોબ કરતી હોય તેવી લેડિસ એ રજા ના દિવસે આ રીતે ગ્રેવી બનાવી ને સ્ટોર કરી શકો છો.જેથી પંજાબી શાક બનાવવા માં ઇઝી રહે છે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!