આ કારણોસર રાવણે સીતા માતાને અશોક વાટીકામાં રાખ્યા હતા.
આ કારણોસર રાવણે સીતા માતાને અશોક વાટીકામાં રાખ્યા હતા.
એક સમયની વાત છે, રાવણ વિજય અભિયાન પરથી પરત ફરી રહ્યો હતો. રાવણના પુષ્પક વિમાનમાં અપહરણ કરેલી સુંદરીઓ સવાર હતી. એ બધી જ વિલાપ કરી રહી હતી. એમનો વિલાપ સાંભળીને રાવણ ખુશ થઈ રહ્યો હતો.
એ દરમિયાન પરમ સાધ્વી એક ઋષિ પત્નીએ એને શ્રાપ આપતા કહ્યું કે હે પ્રભુ આ પાપી દુરચારના રસ્તે ચાલીને પણ પોતાને નથી ધિક્કારતો. સ્ત્રીઓના હરણનું પરાક્રમ એની વીરતા નથી. પરસ્ત્રીઓ સાથે જબરદસ્તી દુરાચાર કરવાનો દોષી રાવણ કઈ રીતે પાંડીત્યનો હકદાર હોઈ શકે છે? હું એને શ્રાપ આપું છું કે પરસ્ત્રીનું અપહરણ જ એના વધનું કારણ બનશે.
રાવણની શક્તિ એ જ સમયે ઓછી થવા લાગી. એ નિસ્તેજ થવા લાગ્યો. એવી જ સ્થિતિમાં રાવણે લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં એના કરતાં પણ વધુ દુર્ભાગ્યશાલી સમાચાર એની રાહ જોઈ રહ્યા હતા જે આગળ જઈને એના નાશનું કારણ બન્યા.
એમાંથી એક કારણ શુપર્ણખા અને લક્ષમણ વચ્ચે થયેલી ઘટના, બીજું વિભીષણ દ્વારા રાવણની નિંદા કરવી અને કહેવું કે રાક્ષસ રાજ. તમે પુલતસ્ય ઋષિના સંતાન છો. પરસ્ત્રીનું અપહરણ કરવું એ તમારા માટે યોગ્ય નથી. અહીંયા તમે પરસ્ત્રીના અપહરણમાં વ્યસ્ત છો અને ત્યાં બહેન કુંભીનસીનું અચાનક અપહરણ થઈ ગયું છે.
આ સૂચના મળતા જ રાવણ ખૂબ જ ક્રોધિત થયો. તમને જણાવી દઈએ કે કુંભીનસી રાવણના નાના સુમાલીના મોટા ભાઈ માલયવાનની પુત્રી અનલાની પુત્રી હતી. એ લંકામાં જ રહેતી હતી.
આ રીતે રાવણના મનમાં ભય હતો કે ક્યાંક સીતાનું અપહરણ એના મૃત્યુનું કારણ ન બની જાય, અને એટલે જ એ સીતા માતા સાથે જબરદસ્તી ન કરી શક્યો. રાવણની સૌથી મોટી વિવશતા એને આપેલો ઋષિ પત્નીઓનો શાપ હતી. એટલે જ અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે સીતા સુરક્ષિત રહી શક્યા.
યુટ્યુબ ચેનલ : ધર્મ શિવા
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.