રાત્રે ઊંઘ નથી આવતી? આ છે તમારી સમસ્યાનું કાયમી સમાધાન, દરરોજ અપનાવો અને મેળવો ફાયદો.
હિન્દૂ ધર્મ ગ્રંથોમાં સનાતન ધર્મના પ્રત્યેક દેવી દેવતાઓ સાથે જોડાયેલા મંત્ર, સ્તોત્ર, ઉપાય વગેરે જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે આ મંત્ર વગેરેનો જાપ કરનાર વ્યક્તિને દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે સાથે સાથે જીવનની તકલીફો પણ ખતમ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે આ જ શાસ્ત્રોમાં અમુક એવા પણ મંત્રો વિશે જણાવવામાં આવ્યું છે જેનો જાપ કરવાથી તમારી અમુક એવી મુશ્કેલીઓ ખતમ થાય છે જે લગભગ પ્રત્યેક વ્યક્તિને પરેશાન કરે છે.
આજે અમે તમને એવી જ એક તકલીફ સાથે જોડાયેલા મંત્રો વિશે જણાવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે અનિંદ્રા વિશે. તમારામાંથી ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંઘ ન આવવાની બીમારી હોય છે. એ માટે લોકો ખૂબ જ પ્રયત્ન કરે છે પણ એમને રાત્રે ઊંઘ નથી આવતી. એવામાં શુ કરીએ એ વિચાર વ્યક્તિને હેરાન કરી મૂકે છે.
અને આજકાલની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં તો આ સમસ્યાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે. જેને પરિણામે માનસિક શાંતિનો અભાવ ઉદભવે છે.
તો જો તમે પણ આ તકલીફથી પીડાઈ રહ્યા છો તો તમારા માટે આગળની જાણકારી ખૂબ જ ધ્યાનથી સાંભળવી/ વાંચવી જોઈએ. ઘણીવાર જ્યારે આપણને ઊંઘ નથી આવતી ત્યારે આપણે આપણી માતા કે અન્ય વડીલોને એવું કહેતા સાંભળ્યા જ છે કે ભગવાનનું નામ લે એટલે ઊંઘ આવી જશે, અને આ વાત જરાય ખોટી પણ નથી.જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવા મંત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે અને દિલ દિમાગમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે
તો ચાલો જાણી લઈએ એ મંત્ર વિશે
પહેલો મંત્ર છે
-‘हर हर मुकुन्दे ‘
ધાર્મિક તેમજ જ્યોતિષ માન્યતા છે કે આ મંત્ર દિમાગને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. કહેવાય છે કે આ મંત્રના ઉચ્ચારણથી અંદરના બધા જ ડર હટી જાય છે.
બીજો મંત્ર છે
-ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે.
-ધાર્મિક તેમજ જ્યોતિષ માન્યતાઓ છે કે જે વ્યક્તિને રાત્રે ઊંઘ ન આવતી હોય એ વ્યક્તિઓએ આ બધા મંત્રોનો જાપ કરવો જોઈએ, એમના માટે આ મંત્રો લાભદાયી સાબિત થાય છે.
એ ઉપરાંત રાત્રે સૂતા પહેલા તમારા ઇષ્ટ દેવનું ધ્યાન કરવું જોઈએ કે પછી હનુમાન જીના શાબર મંત્રોનો જાપ કરવાથી પણ ભૂત પ્રેતનો ડર ખતમ થાય છે અને અનિંદ્રાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
તો જો તમને પણ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો આ મંત્રોને તમારે ગોખી જ નાખવાના છે.
વિડિઓ :
યુટ્યુબ ચેનલ : ધર્મ શિવા
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.